HDFC Bank માટે સૌથી ખરાબ દિવસ, એક ઝટકામાં 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

HDFC Bank Share Price: ભારતીય શેર બજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો હતો. બજારમાં આવેલા ભૂકંપની સૌથી વધુ અસર એચડીએફસી બેન્કને થઈ છે. એચડીએફસી બેન્કના શેરમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો છે. 
 

HDFC Bank માટે સૌથી ખરાબ દિવસ, એક ઝટકામાં 1 લાખ કરોડ રૂપિયાનું નુકસાન

HDFC Bank Share Price: શેર બજારમાં આજે હાહાકાર મચી ગયો હતો. ભારતનો બીજો સૌથી મૂલ્યવાળો શેર HDFC Bank બુધવારે કારોબારી સત્ર દરમિયાન 8.16 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે. આજે બજારમાં ઘટાડા માટે HDFC Bank ના શેરની ખુબ મોટી ભાગીદારી છે. 3 વર્ષ પહેલા કોરોના કાળમાં સૌથી ખરાબ પ્રદર્શન દરમિયાન HDFC Bank નો સ્કોટ 8.5 ટકા ઘટ્યો હતો. બ્લૂચિપમાં ઈન્વેસ્ટરોને 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.. કારણ કે નિફ્ટીના હેવીરેટ શેરનું માર્કેટ કેપ ઘટી 11.67 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે.

HDFC Bank માં પાછલો સૌથી ખરાબ ઘટાડો 23 માર્ચ 2020ના નોંધાયો હતો, જ્યારે શેર 12.7 ટકાના નુકસાન સાથે બંધ થયો હતો. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ બાદ બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. ઘણી બ્રોકરેજ કંપનીઓએ સ્ટોક પર પોતાની ટાર્ગેટ પ્રાઇઝ ઘટાડી છે, જેનાથી આ ઘટાડો થયો છે.

33 ટકા વધ્યો નફો
એચડીએફસી બેન્કનો ત્રીજા ક્વાર્ટરમાં નફો 33 ટકા વધ્યો છે. કંપનીને 16,373 કરોડનો નેટ પ્રોફિટ થયો છે. ત્યારબાદ પણ કંપનીના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 

એક દિવસમાં 100,000 કરોડનું નુકસાન
માર્કેટમાં દિવસભર ચાલેલા ઘટાડા બાદ બેન્કના શેર લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યાં હતા. સવારે 9.15 કલાકે તે 1570 રૂપિયાના લેવલ પર ઓપન થયા હતા અને ત્યારબાદ 1528ના લો લેવલ પર પહોંચ્યા હતા. બેન્કના શેરમાં આવેલા આ ઘટાડાને કારણે HDFC Bank ના ઈન્વેસ્ટરોને 100,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

માર્કેટ કેપમાં કેટલો થયો ઘટાડો?
મંગળવારે HDFC Bank નું માર્કેટ કેપ બજાર બંધ થવા પર 12,74,740.22 કરોડ રૂપિયા પર હતું. તો બુધવારે તે ઘટી 11.68 લાખ કરોડ રૂપિયા રહી ગયું છે. આ પ્રમાણે જુઓ તો બુધવારના કારોબાર દરમિયાન માર્કેટ કેપ 106740.22 કરોડ રૂપિયા ઘટી ગયું છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે, આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન છે એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી રોકાણ કરો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news