IPL 2022 PBKS vs SRH: હૈદરાબાદની સતત ચોથી જીત, મર્કરમે સિક્સ મારી પંજાબને 7 વિકેટથી હરાવ્યું

IPL 2022 PBKS vs SRH: સનરાઝર્સ હૈદરાબાદ માટે આ આઇપીએલ શાનદાર બની રહી છે. શુરૂઆતમાં કેટલીક મેચમાં હારનો સામનો કર્યા બાદ હવે હૈદરાબાદે સતત ચાર મેચમાં જીત હાંસલ કરી છે.

IPL 2022 PBKS vs SRH: હૈદરાબાદની સતત ચોથી જીત, મર્કરમે સિક્સ મારી પંજાબને 7 વિકેટથી હરાવ્યું

IPL 2022 PBKS vs SRH: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022 માં 17 એપ્રિલના સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. સનરાઈઝર્સ હૈદરાબાદે આ મેચમાં 7 વિકેટથી જીત નોંદાવી છે. હૈદરાબાદના એડન મર્કરમે આ મેચમાં સિક્સ મારી જીત મેળવી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદની આ સતત ચોથી જીત છે અને હવે ટીમ પોઇન્ટ ટેબલમાં આગળ વધી રહી છે.

પંજાબ કિંગ્સે આ મેચમાં પહેલા બેટિંગ કરી 151 રનનો સ્કોર બનાવ્યો હતો પરંતુ આ સ્કોરને સરળતાથી પાર કરી હૈદરાબાદે જીત નોંધાવી છે.

સનરાઈઝર્સ હૈદરાબાદની આ મચમાં ખરાબ શરૂઆત થઈ હતી. કેપ્ટન કેન વિલિયમસને માત્ર 3 રન બનાવી પોતાની વિકેટ ગુમાવી હતી. પરંતુ ટીમ ત્યારબાદ પાટા પર પાછી આવી અને રાહુલ ત્રિપાઠી (34 રન) અને અભિષેક શર્મા (31 રન) એ સારી ઇનિંગ રમી. અંતમાં એડન મર્કરમે 27 બોલમાં 41 રન અને નિકોલસ પૂરને 30 બોલમાં 35 રન બનાવી પોતાની ટીમની જીત નક્કી કરી દીધી.

પંજાબ કિંગ્સની ઇનિંગ (20 ઓવર, 151 રન પર આલઆઉટ)
પંજાબ કિંગ્સ આજે તેમના રેગ્યુલર કેપ્ટન મયંક અગ્રવાલ વગર રમી રહી હતી. એવામાં શિખર ધવને કમાન સંભાળી હતી, પરંતુ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. શિખર ધવન 8 રન બનાવી આઉટ થયો. પંજાબે શરૂઆતની સાત ઓવરમાં જ તેમની ત્રણ વિકેટ ગુમાવી હતી. પરંતુ ત્યારબાદ ફરી એકવાર લિયામ લિવિંગસ્ટોને ધમાકેદાર ઇનિંગ રમી અને પોતાની ટીમની લાજ બચાવી હતી.

લિયામ લિવિંગસ્ટોને તેની ઇનિંગમાં માત્ર 33 બોલમાં 60 બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ચોક્કા અને 4 છક્કા માર્યા હતા. શાહરૂખ ખાને પણ બે છક્કા મારી પોતાનો દમ દેખાડ્યો હતો, પરંતુ તે 28 બોલમાં 26 રન બનાવી શક્યો.

સનરાઇઝર્સ હૈદરાબાદના ઉમરાન મલિકે છેલ્લી ઓવરના દમ પર પંજાબ કિંગ્સ મોટા સ્કોરથી ચૂકી ગઈ અને 151નો સ્કોર બનાવી શકી. SRH ના ઉમરાન મલિકે તેની ચાર ઓવરમાં 4 વિકેટ ઝડપી પાડી. જ્યારે ભુવનેશ્વર કુમારે પણ આ ઇનિંગમાં ત્રણ વિકેટ લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news