HDFC બેંકની આ સ્કીમ ગ્રાહકને આપે છે ઇચ્છાનુસાર EMI નો વિકલ્પ

HDFC બેંકની આ સ્કીમ ગ્રાહકને આપે છે ઇચ્છાનુસાર EMI નો વિકલ્પ

એચડીએફસી બેંકે ઓટો લોનની નવી સ્કીમ લોંચ કરી છે. આ સ્કીમ હેઠળ લોન લેશો તો તમારો ઇએમઆઇ ઘટી જશે. બેંકનું કહેવું છે આ સ્ટેપ-અપ રીપેમેંટ અને બુલેટ રીપેમેંટની સુવિધા છે. અમે તમને જણાવી શું છે આ પ્લાનની ખાસિયત. 

એચડીએફસી બેંક લિમિટેડે કસ્ટમ-ફીટ કાર ધિરાણ યોજના #AapkeHisaabSe પ્રારંભ કર્યો છે. આ ઓફરના ભાગરૂપે ગ્રાહકો હવે નીચા ઈએમઆઈથી કાર ખરીદી શકશે (સ્ટેપ-અપ ઈએમઆઈ હેઠળ પ્રથમ ત્રણ વર્ષમાં 24 ટકા સુધી અને બલૂન રિપેમેન્ટ પ્રોગ્રામ હેઠળ 30 ટકા સુધી ઈએમઆઈ લેવાશે).  આ અનોખી પ્રોડક્ટ સ્ટાન્ડર્ડથી માંડીને પ્રિમિયમ સુધીની તમામ કેટેગરીની કાર માટે ઉપલબ્ધ બનાવાઈ છે અને લોકોને તેમના ભવિષ્યની આવકને આધારે બહેતર કારની ખરીદીના સપનાં સાકાર કરશે.

અમદાવાદમાં નવરંગપુરા બેંક હાઉસ ખાતે યોજાયેલા એક સમારંભમાં એચડીએફસી બેંક, ગુજરાતના બ્રાન્ચ બેંકીંગ હેડ- થોમસ જોઝે, એચડીએફસી બેંકના રિજીયોનલ બિઝનેસ મેનેજર- ઓટો લોન્સ, વેસ્ટ- નવિન રાઠી તથા એચડીએફસી બેંકના અન્ય વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કસ્ટમ-ફીટ કાર ધિરાણ યોજનાનો પ્રારંભ કર્યો હતો. નવા ગ્રાહકો કોઈપણ એચડીએફસી બેંકની શાખામાં અથવા કાર ડીલરશીપમાં જઈને કસ્ટમ-ફીટ કાર ધિરાણ મેળવી શકશે. તથા એચડીએફસી બેંકના ગ્રાહકો નેટ બેંકીંગ ઉપર ત્વરિત ધિરાણ મેળવી શકશે.

સ્ટેપ-અપ ઈએમઆઈઃ
સ્ટેપ-અપ પ્લાનમાં ગ્રાહક પ્રથમ ત્રણ વર્ષમાં પોતાની કાર લોનનો 24 ટકા સુધીના નીચા ઈએમઆઈથી પ્રારંભ કરી શકશે અને ઈએમઆઈ ક્રમશઃ વધતો જશે. આ પધ્ધતિ ગ્રાહકોને ઓછા ઈએમઆઈ દ્વારા વધુ ધિરાણ લેવાનું શક્ય બનાવે છે.

રૂ.10 લાખ સુધી 7 વર્ષની મુદતની કાર લોનનો કિસ્સો લઈએ તો, 
ઈએમઆઈ (સ્ટાન્ડર્ડ): 16,620
ઈએમઆઈ (સ્ટેપ-અપ): 12,390

હવે જો કોઈ વ્યક્તિ રૂ.12,390નો સ્ટાન્ડર્ડ ઈએમઆઈ ચૂકવે તો તે રૂ.7.50 લાખના ધિરાણને પાત્ર બની શકે, પરંતુ અહિંયા તે રૂ.10 લાખના ધિરાણને પાત્ર બને છે. દર મહિને રૂ.4,230ની ચોખ્ખી બચત સાથે ગ્રાહકની મહેચ્છા સંતોષી શકે અને પોસાય તેવું ધિરાણ ઉપલબ્ધ બને છે.

બલૂન રિ-પેમેન્ટ: 
બલૂન રિપેમેન્ટ ગ્રાહકને સમગ્ર ગાળા દરમ્યાન 30 ટકા સુધીના ઓછા ઈએમઆઈથી અને મુદત પૂરી થવાના અંતે મોટી ઉચ્ચક રકમ ચૂકવીને ધિરાણ મેળવી શકે છે. આથી જો કોઈ ગ્રાહક રૂ.10 લાખની ઓટો લોન પ્રાપ્ત કરે તો તે ધિરાણના 60 ટકા જેટલી રકમ 59 માસ સુધી (5 વર્ષની મુદતમાં) ચૂકવશે. બલૂન રિ-પેમેન્ટ વિકલ્પમાં બાકીની 40 ટકા રકમ મુદત પૂરી થવાના અંતે ચૂકવવાની રહેશે.
hdfc-ahm

આ યોજનાના મહત્વના પાસાં નીચે મુજબ છેઃ
- જીરો ફોરક્લોઝર ચાર્જીસ*
- સુરક્ષા કવચઃ  પર્મેનન્ટ ટોટલ ડિસેબિલીટી સામે, આકસ્મિક મૃત્યુ અને આકસ્મિક હોસ્પિટલમાં દાખલ થવું પડે તો સંપૂર્ણ સુરક્ષા
- ટોપ-અપ લોન્સ
- 100 ટકા સુધીનું ફંડીંગ
- 7 વર્ષ સુધીની મુદત
- 10 મિનિટમાં સૈધ્ધાંતિક મંજૂરી
- ઓછામાં ઓછા દસ્તાવેજ

"#AapkeHisaabSeયોજના નીચા ઈએમઆઈ ઉપરાંત માત્ર 10 મિનિટમાં લાંબી મુદત માટે ધિરાણો પૂરા પાડીએ છીએ અને સુરક્ષા કવચ સ્વરૂપે વીમો પૂરો પાડીએ છીએ. સ્ટેપઅપ અને બલૂન રિપેમેન્ટ યોજના વાસ્તવિક રીતે દેશમાં તમામ કેટેગરીની કાર માટે ઉપલબ્ધ બનાવાઈ છે" .

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news