HDFC Bank તહેવારો માટે લાવી ધમાકેદાર ઓફર, ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મળશે ફાયદો

ખાનગી ક્ષેત્રની બેંક HDFC Bank એ તહેવારને ધ્યાનમાં રાખતાં ગ્રાહકોને  ‘Festive Treats’ 2.0’ ઓફર આપવાની તૈયાર કરી છે.

HDFC Bank તહેવારો માટે લાવી ધમાકેદાર ઓફર, ગામ હોય કે શહેર દરેક જગ્યાએ મળશે ફાયદો

નવી દિલ્હી: ખાનગી ક્ષેત્રની બેંક HDFC Bank એ તહેવારને ધ્યાનમાં રાખતાં ગ્રાહકોને  ‘Festive Treats’ 2.0’ ઓફર આપવાની તૈયાર કરી છે. આ ઓફર હેઠળ ગ્રાહકોને બેકિંગ પ્રોડક્ટ, લોન અને બેંક એકાઉન્ટ પર અઢળક ઓફર મળશે. તેના માટે બેંકે 1000થી વધુ મોટા પ્લેયર અથવા બેંડ્સ સાથે કરાર કર્યો છે. તો બીજી તરફ બેંક 2000થી વધુ હાઇપર લોકલ ઓફર પણ આપી રહી છે. શહેર હોય કે કોઇ ગ્રામીણ વિસ્તાર બેંકના ગ્રાહકોને આ ઓફર દરેક જગ્યાએ મળશે. બેંકની આ ઓફર્સનો ફાયદો 1 ઓક્ટોબર 2020થી લઇ શકશે. ગ્રાહક 15 નવેમ્બર સુધી આ ઓફર્સનો ફાયદો લઇ શકશે. 

બેંક ‘Festive Treats’ 2.0’ હેઠળ ક્રેડિટ કાર્ડ, બિઝનેસ લોન, પર્સનલ લોન, ઓટો લોન અને હોમ લોન પર પણ ઘણા પ્રકારની ઓફર આપી રહ્યા છે. કોવિડ 19 મહામારીને ધ્યાનમાં રાખતાં બેંકે જાહેરાત કરી છે કે ગ્રાહકો તમામ પ્રકારની ઓફરનો ફાયદો ડિજિટલ રીતે લઇ શકશો. 

બેંકને આશા છે કે આગામી તહેવારોમાં ગ્રાહકો તરફથી મોટાપાયે જ્વેલરી, કપડાં, ઇલેક્ટ્રોનિક્સ, કંઝ્યૂમર ડ્યૂરેબલ, મોબાઇલ ફોન સહિત ઘણા અન્ય પ્રકારના સામાન્યની ખરીદી શકાશે. તેને ધ્યાનમાં રાખતાં બેંકે ‘Festive Treats’ 2.0’ હેઠળ દરેક પ્રકારની પ્રોડક્ટ પર ઓફર આપવાની જાહેરાત કરી છે. ગ્રાહકોને લોનમાં પ્રોસેસિંગ ફી ન લેવા, ઇએમઆઇ ઘટાડવા, કેશબેક અને ગિફ્ટ વાઉચર્સ સહિત ઘણી ઓફર પણ મળશે.  

HDFC Bank એ ઘણા બધી ઓનલાઇન અને ઓફલાઇન રીટેલ બ્રાંડ સાથે કરાર કર્યો છે. ઓનલાઇન બ્રાંડમાં Amazon, TataCliq, Myntra, Pepperfry, Swiggy અને Grofers સામેલ છે. અહીં તમને ઘણા પ્રકારના કેશબેક, ડિસ્કાઉન્ટ, રિવોર્ડ પોઇન્ટ સહિત ઘણા પ્રકારની ઓફર મળશે. તો બીજી તરફ કંઝ્યૂમર બ્રાંડ જેવી Lifestyle, Bata, Monte Carlo. Vijay sales, Kohinoor, GRT, ORRA પર પણ ગ્રાહકોને 5 થી 15 ટકા સુધી કેશબેક મળશે. 

HDFC Bank ના ગ્રાહકોને ‘Festive Treats’ 2.0’ હેઠળ મળશે આ ખાસ ઓફર
- HDFC Bank ના ગ્રાહક આ ઓફર હેઠળ એપ્પલ કંપનીની પ્રોડક્ટની ખરીદી પર 7000 રૂપિયા સુધી કેશબેક મેળવી શકો છો.
- Samsung, LG, Sony, Godrej અને Panasonic જેવી બ્રાંડ સાથે ખરીદારી કરવા પર ગ્રાહકોને 22.5 ટકા સુધી કેશબેક અને નો કોસ્ટ ઇએમઆઇની સુવિધા મળી શકે છે. 
- બેંક ઓટો લોન અને પર્સનલ લોન લેવા પર પ્રોસેસિંગ ફી પર 50 ટકા છૂટ આપી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news