મોટી કમાણી કરાવી શકે છે ગુજરાતની આ કંપની, 14 સપ્ટેમ્બરે ખુલશે IPO, જાણો AtoZ વિગત
Harsha Engineers IPO: કંપનીના આઈપીઓ માટે રોકાણકારોમાં જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને તેનો આઈપીઓ ખુલતા પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) 220 રૂપિયાના પ્રીમિયમ પર પહોંચી ગયું છે.
Trending Photos
Harsha Engineers IPO: હર્ષા એન્જિનિયર્સ ઈન્ટરનેશનલ લિમિટેડનો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO) 14 સપ્ટેમ્બર 2022ના સબ્સક્રિપ્શન માટે ઓપન થશે. સબ્સક્રિપ્શન માટે આ ઈશ્યૂ 16 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. આ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 314 રૂપિયાથી 330 રૂપિયા પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરવામાં આવી છે. કંપનીના શેર એનએસઈ અને બીએસઈ પર લિસ્ટિંગ થશે. આ વચ્ચે હર્ષા એન્જિનિયર્સના આઈપીઓને લઈને ગ્રે માર્કેટમાં ખુબ તેજી છે. બજાર જાણકારો અનુસાર હર્ષા એન્જિનિયર્સનો આઈપીઓનું જીએમપી (ગ્રે માર્કેટ પ્રીમિયમ) આજે 220 રૂપિયા છે. આવો જાણીએ આઈપીઓની તમામ વિગત...
1. Harsha Engineers IPO GMP: બજાર જાણારો પ્રમાણે હર્ષા એન્જિનિયર્સના શેર આજે ગ્રે માર્કેટમાં 220 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે.
2. Harsha IPO subscription: ઈશ્યૂ 14 સપ્ટેમ્બર 2022ના ખુલશે અને 16 સપ્ટેમ્બર 2022 સુધી ખુલ્લો રહેશે.
3. Harsha Engineers IPO price band: કંપનીએ તેની પ્રાઇઝ બેન્ડ ₹314 થી ₹330 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કરી છે.
4. Harsha Engineers IPO Size: કંપનીનો ટાર્ગેટ 755 કરોડ રૂપિયા ભેગા કરવાનો છે, જેમાંથી 300 કરોડ ઓફર ફોર સેલ છે.
5. Harsha Engineers IPO lot size: એક ઈન્વેસ્ટર આઈપીઓ માટે લોટમાં અરજી કરી શકશે અને એક પબ્લિક ઈશ્યૂમાં 45 શેર સામેલ થશે.
6. Harsha Engineers IPO allotment date: શેરના એલોટમેન્ટની સંભવિત તારીખ 21 સપ્ટેમ્બર 2022 છે.
7. Harsha Engineers IPO financials: અમદાવાદ સ્થિત કંપનીની સંચાલનથી આવક નાણાકીય વર્ષ 2022 માટે 51.24 ટકા વધીને ₹1321.48 કરોડ થઈ ગઈ, જે નાણાકીય વર્ષ 2021 માટે ₹873.75 કરોડ હતી. એન્જીનિયરિંગ બિઝનેસમાંથી કામગીરીમાંથી તેની આવકમાં વધારો થવાને કારણે કર પછીનો નફો નાણાકીય વર્ષ 2022 માટે 102.35 ટકા વધીને રૂ. 91.94 કરોડ થયો હતો જે નાણાકીય વર્ષ 2021 માટે રૂ. 45.44 કરોડ હતો.
8. Harsha Engineers IPO Lead Managers: એક્સિસ કેપિટલ લિમિટેડ, ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ ઈશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર છે.
9. Harsha Engineers IPO registrar: લિંક ઇનટાઇમ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને પબ્લિક ઈશ્યૂનો સત્તાવાર રજીસ્ટ્રાર નિયુક્ત કરવામાં આવ્યો છે.
10. Harsha Engineers IPO listing: આ ઈશ્યૂ એનએસઈ અને બીએસઈ બંને પર લિસ્ટિંગ માટે પ્રસ્તાવિત છે.
11. Harsha Engineers IPO listing date: આઈપીઓ લિસ્ટિંગની સંભવિત તારીખ 26 સપ્ટેમ્બર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે