દાવ લગાવવો રહો તૈયાર, આજે ખુલશે વધુ એક IPO, પ્રાઇઝ બેન્ડ 314-330 રૂપિયા, GMPમાં જબરદસ્ત તેજી

હર્ષા એન્જિનિયર્સ ઈન્ટરનેશનલનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO) કાલે બુધવાર 14 સપ્ટેમ્બર 2022ના પબ્લિક સબ્સક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો ઇશ્યૂમાં 17 સપ્ટેમ્બર સુધી પૈસા લગાવી શકશે. 

દાવ લગાવવો રહો તૈયાર, આજે ખુલશે વધુ એક  IPO, પ્રાઇઝ બેન્ડ 314-330 રૂપિયા, GMPમાં જબરદસ્ત તેજી

Harsha Engineers IPO: હર્ષા એન્જિનિયર્સ ઇન્ટરનેશનલનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓ (IPO) કાલે બુધવાર 14 સપ્ટેમ્બર 2022ના પબ્લિક સબ્સક્રિપ્શન માટે ખુલશે. રોકાણકારો તેમાં 17 સપ્ટેમ્બર સુધી દાવ લગાવી શકશે. હર્ષા એન્જિનિયર્સ ઇન્ટરનેશનલ આઈપીઓની પ્રાઇઝ બેન્ડ 314 રૂપિયાથી 330 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. 

શું ચાલી રહ્યો છે ગ્રે માર્કેટમાં ભાવ?
બજારના જાણકારો અનુસાર હર્ષા એન્જિનિયર્સના શેર આજે ગ્રે માર્કેટમાં ₹212 પ્રીમિયમ  (GMP) ની કમાન સંભાળી રહ્યો છે. કંપનીના શેરોનું લિસ્ટિંગ સોમવાર, 26 સપ્ટેમ્બર 2022ના સ્ટોક એક્સચેન્જ બીએસઈ અને એનએસઈ પર થવાની આશા છે. 

455 કરોડ રૂપિયાના શેર જાહેર કરવામાં આવશે
હર્ષા એન્જિનિયર્સના આઈપીઓમાં 455 કરોડ રૂપિયાના ઇક્વિટી શેરોનો ફ્રેશ ઈશ્યૂ અને વર્તમાન શેરધારકો દ્વારા 300 કરોડ સુધીની ઓફર-ફોર-સેલ સામેલ છે. રોકાણકારો ઓછામાં ઓછા 45 ઇક્વિટી શેર માટે બોલી લગાવી શકે છે. કંપની પોતાના યોગ્ય કર્મચારીઓને પ્રતિ ઇક્વિટી શેર પર 31 રૂપિયાની છૂટ આપી રહી છે. 

કોણ છે પ્રમોટર્સ?
ઓએફએસના ભાગ રૂપે રાજેન્દ્ર શાહ 66.75 કરોડ રૂપિયા સુધી, હરીશ રંગવાલા 75 કરોડ રૂપિયા સુધી, પિકલ શાહ 16.50 કરોડ રૂપિયા સુધી, ચારૂશીલા રંગવાલા 75 કરોડ રૂપિયા અને નિર્મલા શાહ 66.75 કરોડ રૂપિયા સુધીના શેર વેચશે. 

આઈપીઓની રમકનો અહીં થશે ઉપયોગ
કંપની આઈપીઓ દ્વારા પ્રાપ્ત રકમનો ઉપયોગ લોન ચુકવણી, મશીનરીની ખરીદી, પાયાની સુવિધાનું સમારકામ અને વર્તમાન ઉત્પાદન સુવિધાઓના નવીનીકરણ અને સામાન્ય કોર્પોરેટ પ્રસ્તાવો માટે કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news