ગુજરાતમાં વિજળી થશે મોંઘી, ટાટા, અદાણી, એસ્સાર સાથે સરકાર કરશે નવો કરાર
આ રાહતથી કોસ્ટલ ગુજરાત પાવરને પોતાનું સંચાલન ચાલુ રાખવા અને પાંચ લાભાર્થી રાજ્યો માટે પ્રતિબદ્ધતાને પુરી કરવામાં મદદ મળશે. ટાટા પાવરે આગળ કહ્યું કે કોલસાની પડતરને હવે આગળ સ્થળાતરિત કરવામાં આવશે
Trending Photos
કોલસાના ભાવ વધારાનું કારણ આપીને અદાણી, એસ્સાર, ટાટાને ગુજરાત સરકારને વર્તમાન કરારના ભાવે વીજળી આપવાનું બંધ કર્યું છે. ત્યારે કમિટીની ભલામણોને ધ્યાને લઇ સરકારે આ કંપની પાસેથી ખરીદાતી વીજળીના વીજ દરમાં પ્રતિ યુનિટ 40થી 80 પૈસા સુધીનો વધારો કરવાની મંજૂરી આપી છે. આની સીધી અસર ગ્રાહકો પર પડશે. સુપ્રીમ કોર્ટે ત્રણેય કંપનીઓને વીજ દરમાં વધારો કરવાનો ઇન્કાર કર્યો હતો. અને ત્યાર બાદ રાજ્ય સરકારે કમિટીની રચના કરી હતી. અને આ કમિટીની ભલામણોનો સરકારે મહદઅંશે સ્વીકાર કર્યો છે.
સરકાર હવે ત્રણેય કંપનીઓને બોલાવીને સુધારેલા દર સાથેનો નવો પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ કરશે. જેમાં એવી શરત મુકાશે કે 10 વર્ષ પછી આ પીપીએ રદ કરવાનો સરકારને સંપૂર્ણ અધિકાર રહેશે. વીજળીની ખરીદી અંગે પણ સરકારનું નિયંત્રણ રહેશે. હાલ કોલસાનો ભાવ પ્રતિ મેટ્રિક ટન 100 ડોલર છે, 110 ડોલર સુધીનો ભાવ થાય ત્યાં સુધી જ વધારાનો ભાવ કંપનીઓને મળશે.
ઇંડોનેશિયામાં કોલસાના ભાવ અચાનક વધી જતાં અને વિભિન્ન રાજ્યો દ્વારા ભાવ વધારવાની મનાઇ કર્યા બાદ આ નુકસાનમાં ચાલી રહી છે. તેમાં વિજળી ખરીદનાર રાજ્યોએ પીપીએની જવાબદારીનો હવાલો આપતાં દર વધારવાની મનાઇ કરી દીધી હતી. જેથી વિભિન્ન નિયામકો, કોર્ટો, સમિતિ અને સરકારો વચ્ચે અટકેલો હતો.
આ ઘટનાક્રમની પુષ્ટિ કરતાં ટાટા પાવરે સોમવારે મુંબઇ શેર બજારને મોકલેલી સૂચનામાં કહેવામાં આવ્યું કે કંપની ગુજરાત સરકાર દ્વારા એક ઉચ્ચસ્તરીય સમિતિની ભલામણોને સ્વિકાર કરવાનો પ્રસ્તાવનો સ્વાગત કરે છે. તેમાં મુંદડા અતિ વૃહદ વિજળી પ્રોજેક્ટને થોડી રાહત મળશે, જે ગુજરાતની 15 ટકા વિજળીની જરૂરિયાતને યોગ્ય ભાવ પર પુરી પાડે છે.
તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ રાહતથી કોસ્ટલ ગુજરાત પાવરને પોતાનું સંચાલન ચાલુ રાખવા અને પાંચ લાભાર્થી રાજ્યો માટે પ્રતિબદ્ધતાને પુરી કરવામાં મદદ મળશે. ટાટા પાવરે આગળ કહ્યું કે કોલસાની પડતરને હવે આગળ સ્થળાતરિત કરવામાં આવશે, પરંતુ તેમછતાં ખર્ચ પર રાહત તથા કોલસાની ખાણોનો લાભ લાભાર્થી રાજ્યોને સ્થળાંતરિત કરવામાં આવતાં કંપની નુકસાનનું નુકસાન ચાલુ રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે