'ટેરર ટારગેટ'ના મામલામાં ઓસિ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ભાઇની ધરપકડ બાદ મળ્યા શરતી જામીન

પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, આ ધરપકડ ઓગસ્ટમાં ન્યૂ સાઉથ વેલ્સ વિશ્વવિદ્યાલય પરિસરમાં મળેલા કથિચ દસ્તાવેજને લઈને છે, જેમાં આતંકી ગતિવિધિને અજાંમ આવવાની યોજનાનો ઉલ્લેખ હતો.

 'ટેરર ટારગેટ'ના મામલામાં ઓસિ ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ભાઇની ધરપકડ બાદ મળ્યા શરતી જામીન

સિડનીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ભાઈની ગુરૂવારે કાઉન્ટર-ટેરરિજ્મ પોલીસે ધરપકડ કરી છે. ખ્વાજાના ભાઈની ટેરર ટારગેટની ખોટી યાદી બનાવવાના મામલામાં ધરપકડ કરવામાં આવી છે. એક પોલીસ સૂત્રએ જણાવ્યું કે, 39 વર્ષીય અર્સાકન ખ્વાજાની સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર આરોપ છે કે, તેણે ન્યાયને પ્રભાવિત કરવા માટે ડુપ્લીકેટ દસ્તાવેજોનો સહારો લીધો હતો. 

— The Sydney Morning Herald (@smh) December 4, 2018

પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, આ ધરપકડ ઓગસ્ટમાં ન્યૂ સાઉથ વેલ્સ વિશ્વવિદ્યાલય પરિસરમાં મળેલા કથિચ દસ્તાવેજને લઈને છે, જેમાં આતંકી ગતિવિધિને અજાંમ આવવાની યોજનાનો ઉલ્લેખ હતો. એક ઓસ્ટ્રેલિયન અખબારે સમાચાર આપ્યા છે કે અર્સાકન ખ્વાજા યૂનિવર્સિટીમાં 25 વર્ષીય મોહમ્મદ કમેર નિજામદ્દીનનો સહયોગી છે. નિજામદ્દીનની કથિત આંતકી યાદીના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં તે વાત સામે આવી કે, ત્યાંથી મળેલા દસ્તાવેજ અને નિજામદ્દીનની હેન્ડ રાઇટિંગ એક નથી. 

Usman Khwaja Brother

આરોપોથી તે સાબિત થતું નથી કે આ યાદીનું વિશ્વસનીય હત્યા પ્લોટ સાથે કોઈ લેવા-દેવા છે. આ દસ્તાવેજોને લખવાનો ઈરાદો હજુ સુધી સ્પષ્ટ થયો નથી. ધરપકડ બાદ મંગળવારે બપોરે ખ્વાજાને પૈરામાટાની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીં તેને શરતોની સાથે જામીન મળ્યા હતા. કોર્ટે તેને પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે. પાકિસ્તાનમાં જન્મેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ઉસ્માન ખ્વાજા ઈજાને કારણે છેલ્લા ઘણા સમયથી ટીમમાંથી બહાર હતો. ગુરૂવારથી ભારત સામે શરૂ થઈ રહેલી ટેસ્ટ સિરીઝમાં તેની વાપસી થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news