મોંધું થશે સોનું! આ કારણથી લગ્નની સિઝન પૂર્ણ થયા બાદ પણ નહીં મળે રાહત
ફિટમેન્ટ કમિટી GST Fitment Committee એ સોના અને ચાંદીના દાગીના પર GST દર વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંતર્ગત સોના અને ચાંદી પરનો GST 3 ટકાથી વધારીને 5 ટકા કરવામાં આવી શકે છે.
Trending Photos
નવી દિલ્હી: સોના-ચાંદીના દાગીનાની કિંમત વધી શકે છે. GST ફીટમેન્ટ કમિટીએ GST ના દરો વધારવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સમિતિએ કહ્યું છે કે જે સામાન પર અત્યારે 5 ટકા જીએસટી છે તેને વધારીને 7 ટકા અને જે માલ પર 18 ટકાનો દર છે તેને વધારીને 20 ટકા કરવામાં આવે.
મળી શકે છે રાહત!
ફિટમેન્ટ કમિટીએ તેના પ્રસ્તાવમાં એમ પણ કહ્યું છે કે GST ના બે અલગ-અલગ દર 12 અને 18 ટકાને એકમાં મર્જ કરવામાં આવે. એટલે કે આ બંને GST દરોને મર્જ કરીને 17 ટકાનો નવો દર બનાવવો જોઈએ. જો કે, આ દરખાસ્ત પર વિચાર કરવાનો બાકી છે.
Jio ને લાગ્યો 440V નો ઝટકો! એક મહિનામાં મોટી સંખ્યામાં લોકો છોડ્યો સાથ, જાણો શું હાલ છે Airtel-Vi નો
શું-શું છે પ્રસ્તાવમાં?
આ સિવાય GST ફિટમેન્ટ કમિટીએ પણ પોતાના પ્રસ્તાવમાં વળતર દર વધારવાની વાત કરી છે. અત્યારે આ દર 1 ટકા છે, જેને વધારીને 1.5 ટકા કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રસ્તાવમાં સોના અને ચાંદી પર જીએસટી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. GST Fitment Committee એ સોના અને ચાંદી પર GST 3 ટકાથી વધારીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
GST માં થશે મોટો ફેરફાર!
GST ના રેટ સ્લેબમાં મંત્રી સમૂહના નિર્ણય બાદ જ ફેરફાર કરવામાં આવશે. ત્યાર બાદ જ જીએસટી ફીટમેન્ટ કમિટીની દરખાસ્તોને મંજૂરી આપવામાં આવશે. GST કાઉન્સિલ પણ આ અંગે વિચારણા કરશે. નોંધપાત્ર રીતે, GST ના દરોમાં ફેરફારને લઈને ઘણા મહિનાઓથી અટકળો ચાલી રહી હતી, જેના પર હવે નિર્ણય લેવામાં આવી શકે છે.
કેબિનેટની યોજાશે બેઠક
વાસ્તવમાં, 27 નવેમ્બરે મંત્રીઓના જૂથની બેઠક છે. આ બેઠકમાં GST સ્લેબમાં ફેરફાર અંગે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં જીએસટી દરોમાં ફેરફાર અને સ્લેબમાં ફેરફાર અંગે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠકમાં મંત્રીઓના જૂથના નિર્ણયને ડિસેમ્બરમાં GST કાઉન્સિલની સંભવિત બેઠકમાં રજૂ કરવામાં આવી શકે છે.
કપડાં-ચંપલ પર વધ્યો જીએસટી
CBIC એ એક નોટિફિકેશન બહાર પાડીને જણાવ્યું કે જાન્યુઆરી 2022 થી ફેબ્રિક્સ પર GST દર 5 ટકાથી 12 ટકા રહેશે. આ સાથે કોઈપણ કિંમતના કપડા પર જીએસટીનો દર પણ 12 ટકા રહેશે. અગાઉ 1000 રૂપિયાથી વધુ કિંમતના કપડા પર 5 ટકા GST લાગતો હતો.
કયા કપડાં પર કેટલો GST?
અન્ય ટેક્સટાઈલ (વણેલા કાપડ, સિન્થેટિક યાર્ન, પાઇલ ફેબ્રિક્સ, ધાબળા, તંબુ, ટેબલ ક્લોથ જેવા અન્ય કાપડ) પરનો GST દર પણ 5 ટકાથી વધારીને 12 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે, કોઈપણ મૂલ્યના ફૂટવેર પર લાગુ GST દર પણ ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે અગાઉ 1000 રૂપિયાથી વધુ કિંમતના ફૂટવેર પર 5 ટકાના દરે GST વસૂલવામાં આવતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે