Petrol-Diesel ના ભાવ પર નાણામંત્રીનું મોટું નિવેદન, 'પેટ્રોલ-ડીઝલને GST ના દાયરામાં લાવવા પર વિચારવું પડશે'

પેટ્રોલ ડીઝલના ભાવમાં ધરખમ ઘટાડા માટે જે વસ્તુની લાંબા સમયથી માગણી થઈ રહી હતી તેના પર હવે વિચારણા થઈ રહી છે. નાણામંત્રીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. જાણો તેમણે શું કહ્યું? 

Petrol-Diesel ના ભાવ પર નાણામંત્રીનું મોટું નિવેદન, 'પેટ્રોલ-ડીઝલને GST ના દાયરામાં લાવવા પર વિચારવું પડશે'

Petrol-Diesel Latest News: પેટ્રોલ-ડીઝલના આગ ઝરતા ભાવે સામાન્ય જનતાને આંખે પાણી લાવી દીધા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ હવે ચિંતા સતાવવા લાગી છે. નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવે એક સાથે મળીને એવો રસ્તો કાઢવો પડશે જેનાથી ફ્યૂલના ભાવ ઓછા થઈ શકે. 

'પેટ્રોલિયમને GST ના દાયરામાં લાવવા અંગે વિચારવું જોઈએ'
નાણામંત્રી નિર્મલા સીતારમણ ચેન્નાઈ સિટિઝન ફોરમમાં બજેટ બાદ ચર્ચા પર  બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે 'પેટ્રોલ  ડીઝલના ભાવ વધવા એક અફસોસજનક મુદ્દો છે. કેન્દ્ર અને રાજ્ય બંને પેટ્રોલથી કમાણી કરે છે, આપણે પેટ્રોલિયમને GST ના દાયરામાં લાવવાની વાત વિચારી શકીએ છીએ, બની શકે કે આ સમસ્યાનો આ જ એક ઉકેલ હોય. તેમણે કહ્યું કે GST કાઉન્સિલે સ્લેબ્સને તર્કસંગત બનાવવા અંગે વિચારવું જોઈએ.'

'કિંમત ઘટાડાથી ઓછું કઈ પણ મંજૂર નથી'
તેમણે કહ્યું કે 'આ એક અફસોસજનક મુદ્દો છે. જેનો જવાબ કિંમતો ઓછી કરવાથી બીજુ કઈ જ મંજૂર નથી.' તેમણે કહ્યું કે 'હું જાણું છું કે હું એક એવા સમયમાં રહું છું જ્યાં સચ્ચાઈની યોગ્ય તસવીર સામે લાવવા માટે જે કઈ પણ હું કહીશ, એવું લાગશે કે હું ગૂંચવવાની કોશિશ કરી રહી છું, હું જવાબ આપવાથી બચી રહી છું, હું આરોપોથી બચી રહી છું.'

'ટેક્સમાં એકસમાનતા આવવાથી દૂર થશે કમીઓ'
તેમણે ટેક્સ સ્ટ્રેક્ચર સમજાવ્યું અને એ પણ કે કેવી રીતે OPEC અને તેના સાથી  દેશો તરફથી તેલ ઉત્પાદનમાં કાપની અસર ભારતમાં રીટલ કિંમતો પર પડે છે.  તેમણે કહ્યું કે 'કદાચ તેનો જવાબ એ છે કે પેટ્રોલ અને ડીઝલને GST (Goods and Services Tax) ના દાયરામાં લાવવા જોઈએ. જેનાથી ટેક્સમાં એકસમાનતા આવવાથી તેની કમીઓ પણ દૂર થઈ શકશે.'

'કેન્દ્ર-રાજ્ય સરકારોએ તેના પર વાત કરવી પડશે'
તેમણે કહ્યું કે 'આ એક તકલીફ આપનારો વિષય છે અને  કોઈ પણ મંત્રી કોઈને પણ સંતુષ્ટ કરી નહીં શકે કારણ કે ભારતીય આખરે ભારતીય છે અને હું પણ તેમાંથી એક છું, એ સત્ય છે કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ તેના પર વાત કરવી પડશે.' હાલ કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી વસૂલે છે. 2020 ની શરૂઆતમાં પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી 19.98 રૂપિયા હતી, જે હવે વધીને 32.98 રૂપિયા કરી દેવાઈ છે. આ જ રીતે ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 15.83 રૂપિયા પ્રતિ લીટર હતી જે હવે વધારીને 31.83 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે. 

કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારોએ પણ પેટ્રોલ-ડીઝલ પર VAT વધાર્યો છે. દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ 27 ટકાથી વધારીને 30 ટકા કર્યો છે. જ્યારે ડીઝલ પર વેટ મે મહિનામાં 16.75 ટકા થી વધારીને 30 ટકા કરાયો હતો. પરંતુ જુલાઈમાં ફરીથી તેને ઘટાડીને 16.75 ટકા કરવામાં આવ્યો. પેટ્રોલની બેઝ પ્રાઈઝ 31.82 રૂપિયા પ્રતિ લીટર છે. આવામાં કેન્દ્ર અને રાજ્યોનો ટેક્સ ભેગો કરીને જોઈએ તો તે બેઝ પ્રાઈઝ પર લગભગ 180 ટકા ટેક્સ વસૂલે છે. એ જ રીતે સરકારો ડીઝલ પર બેસ પ્રાઈઝથી 141 ટકા ટેક્સ વસૂલ કરે છે. 

'હું ટેક્સમાં કાપ કરી શકું છું, જો...'
તેમણે કહ્યું કે હું આમ (ટેક્સમાં કાપ) કરી શકું છુ, જો મને એક નિશ્ચિત ગેરંટી મળે કે મારા હિસ્સે થનારી કમાણી કોઈ અન્ય માટે તક નહીં બને, જે આ જગ્યાનો ફાયદો નહીં ઉઠાવે.' તેમણે કહ્યું કે 'ટેક્નોલોજીની રીતે જોવા જઈએ તો ઓઈલની કિંમતો આઝાદ છે અને સરકારનું તેના પર કોઈ નિયંત્રણ નથી, આથી કેન્દ્ર રાજ્ય સરકારોએ એક સાથે બેસવું પડશે  અને કિંમતોને એક વ્યાજબી સ્તરે લાવવી પડશે.'

'GST કાઉન્સિલમાં ચર્ચાની જરૂર'
નાણામંત્રીએ કહ્યું કે 'કારણ કે દરેક સરકારને વધુ પૈસા જોઈએ, વધુ કમાણી જોઈએ અને આ સાથે જ હું એ રાહત પણ જોઉ છું કે ટેક્સપેયર્સ પાસેથી એક પણ પૈસો વધારાનો ન લેવામાં આવે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પેટ્રોલ-ડીઝલને GST ના દાયરામાં લાવવાથી તેનો ઉકેલ આવશે, તો તેમણે કહ્યું કે, 'આવું બની શકે છે પરંતુ આમ કરવા માટે GST કાઉન્સિલમાં એક વિસ્તૃત ચર્ચાની જરૂર છે.'

'તો પછી આખા દેશમાં એક રેટ પર મળશે પેટ્રોલ-ડીઝલ'
નાણામંત્રીએ કહ્યું કે જો GST કાઉન્સિલ સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલ માટે એક GST રેટ પર સહમત થાય તો દેશમાં એક જ રેટ પર ઈંધણ મળશે. આ કમીને ત્યારે જ દૂર કરી શકાય જ્યારે તેને GST ના દાયરામાં લાવવામાં આવે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news