GST બેઠકમાં લેવાયેલા નિર્ણયોથી તમને શું લાભ? કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ મોંઘી થશે તે ખાસ જાણો
મંગળવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરાઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક પૂરી થઈ હતી જેમાં લેવાયેલા મહત્વના નિર્ણયોમાં સૌથી મહત્વનો નિર્ણયોમાં ઓનલાઈન ગેમિંગને જીએસટીના દાયરામાં લાવીને 28 ટકા ટેક્સ લગાવવાનો અને કેન્સરની દવાઓ પરથી IGST હટાવવાનું સામેલ છે.
Trending Photos
મંગળવારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરાઈ. નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ બેઠક પૂરી થઈ હતી જેમાં લેવાયેલા મહત્વના નિર્ણયોમાં સૌથી મહત્વનો નિર્ણયોમાં ઓનલાઈન ગેમિંગને જીએસટીના દાયરામાં લાવીને 28 ટકા ટેક્સ લગાવવાનો અને કેન્સરની દવાઓ પરથી IGST હટાવવાનું સામેલ છે. જીએસટીમાં ક્યાં રાહત મળી અને શું મોંઘુ થયું તે ખાસ જાણો.
ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ
જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ, કેસિનોની પૂરી કિંમત પર 28 ટકા જીએસટી લગાવવાનો નિર્ણય લેવાયો છે. ઓનલાઈન ગેમિંગને જીએસટી કાયદાના દાયરામાં લાવવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે ઓનલાઈન ગેમિંગ પર ભારે ભરખમ જીએસટી લગાવવાના નિર્ણય અંગે જણાવતા કહ્યું કે આ મુદ્દે વિસ્તારથી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે. ચર્ચા દરમિયાન ઓનલાઈન ગેમિંગ ઈન્ડસ્ટ્રીનો આજના સમયમાં કેટલો પ્રભાવ છે અને તેમાંથી કેટલી રેવન્યૂ જનરેટ થઈ શકે છે. એ તમામ પહેલુઓ પર દરેક રાજ્ય સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે.
કારની ખરીદી મોંઘી થઈ
જીએસટી કાઉન્સિલે કાર ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બેઠક દરમિયાન ઊંડા વિચાર વિમર્શ બાદ મલ્ટી પર્પસ કારો (MUV) પર 2 2ટકા કંપન્સેશન સેસ લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જે 28 ટકા જીએસટી ઉપરાંત હશે. એટલે કે હવે આ કેટેગરીની ગાડીઓને ખરીદવા માટે વધુ ખર્ચો કરવો પડશે. જો કે નાણામંત્રીએ કહ્યું કે સેડાન કાર પર 22 ટકા સેસ લાગશે નહીં.
કેન્સરની ઈમ્પોર્ટેડ દવાઓ સસ્તી
કેન્સરની ઈમ્પોર્ટેડ દવાઓ પર IGST નહી લગાવવામાં આવે. એટલે કે આ દવાઓ સસ્તી થશે. પહેલા એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં કેન્સરની દવા Dinutuximab ની આયાત સસ્તી થઈ શકે છે અને હવે સરકાર તરફથી તેના પર મહોર લાગી છે. અત્રે જણાવવાનું કે હાલ તેના પર 12 ટકા IGST લાગે છે. જેને કાઉન્સિલે ઘટાડીને ઝીરો કરી છે. આ દવાનો એક ડોઝ 63 લાખ રૂપિયાનો છે.
સિનેમા હોલમાં ખાવાનું સસ્તું
હવે સિનેમા હોલમાં ફિલ્મો જોવાના શોખીન લોકો માટે ખાવા પીવાનું સસ્તું થશે. બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાણકારી આપતા રાજસ્વ સચિવ સંજય મલ્હોત્રાએ કહ્યું કે સિનેમા હોલમાં ખાણીપીણીના સામાન પર જીએસટી ઘટાડવાનો નિર્ણય લેવાયો છે. બેઠક અગાઉ સિનેમા હોલમાં મળતા ફૂડ અને બેવરેજ પરના જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. કાઉન્સિલની બેઠકમાં આ પ્રસ્તાવ ઉપર પણ મહોર લાગી છે.
આ ફૂડ આઈટમ પણ થઈ સસ્તી
GST કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીએ જે ચીજો પર GST ઘટાડવાની જાહેરાત કરી છે તેમાં UNCOOKED આઈટમ પર જીએસટીને 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે. એટલે કે હવે કાચું કે તળ્યા વગરનું સ્નેક્સ પેલેટ્સને સસ્તું કરાયું છે. આ ઉપરાંત ઈમિટેશન, ઝરી દોરા પર ટેક્સને 12 ટકાથી ઘટાડીને હવે 5 ટકા કરાયો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે