Anil Ambani ની મુશ્કેલી વધી, કંપનીને મળી 922 કરોડની ટેક્સની નોટિસ

GST Notice Anil Ambani: દેવામાં ડૂબેલા અનિલ અંબાણી સતત મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સ કંપની (Reliance General Insurance Company)ને જીએસટી તરફથી નોટિસ ફટકારવામાં આવી છે. 
 

Anil Ambani ની મુશ્કેલી વધી, કંપનીને મળી 922 કરોડની ટેક્સની નોટિસ

નવી દિલ્હીઃ GST Notice to Reliance General Insurance: દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની મુશ્કેલી સતત વધી રહી છે. તેમની કંપની રિલાયન્સ કેપિટલની સબ્સિડિયરી રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સને જીએસટી તરફથી નોટિસ મળી છે. સમાચાર મળ્યા છે કે GST ઇન્ટેલિજન્સ ડાયરેક્ટોરેટ જનરલે 922.58 કરોડ રૂપિયાની રકમ માટે કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. 

હિન્દુજા ગ્રુપે લગાવી છે મોટી બોલી
તમને જણાવી દઈએ કે આ નોટિસ કંપનીને તેવા સમયે ફટકારવામાં આવી છે જ્યારે રિલાયન્સ કેપિટલ વર્તમાનમાં એનસીએલટી પ્રક્રિયા હેઠળ લોન સમાધાનમાંથી પસાર થઈ રહી છે. આ સમય પર હિન્દુજા ગ્રુપે તે માટે સૌથી મોટી બોલી લગાવી છે. 

DGGI પાસેથી મળી 4 નોટિસ
સૂત્રો પ્રમાણે કંપનીને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ તરફથી ચાર નોટિસ મળી છે, જેમાં રિ-ઇન્શ્યોરન્સ અને કો-ઇન્શ્યોરન્સ જેવી સેવાઓમાંથી થતી આવક પર અનુક્રમે રૂ. 478.84 કરોડ, રૂ. 359.70 કરોડ, રૂ. 78.66 કરોડ અને રૂ. 5.38 કરોડના GSTની માગણી કરવામાં આવી છે.

આપવી પડશે આ જાણકારી
ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, RGICના ઓડિટરોએ 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થતા ત્રિમાસિક પરિણામોમાં આકસ્મિક જવાબદારી તરીકે આ રકમની જાણ કરવી પડશે. RGIC NCLTમાં ડેટ રિઝોલ્યુશન પ્રક્રિયાનો સામનો કરી રહી છે.

કંપનીના વેલ્યુએશન પર પડશે અસર
બેન્કરોએ કહ્યું કે ફ્રેશ ડિમાન્ડથી કંપનીના વેલ્યુએશન પર અસર જોવા મળશે. હિન્દુજા ગ્રુપે કંપની માટે 9800 કરોડ રૂપિયા રોકડની ઓફર કરી હતી. કંપની દ્વારા 22000 કરોડ રૂપિયાની લોન ચૂક બાદ નવેમ્બર 2021માં રિલાયન્સ કેપિટલને લોન સમાધાન માટે મોકલી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news