New Rules: જૂની ગાડીઓની લે-વેચ મામલે સરકારનો મોટો નિર્ણય, 1 એપ્રિલથી બદલાઈ જશે આ નિયમો
RTO Rules: વાહન ચોરીની ઘટનાઓને રોકવા માટે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા એક સૂચના જાહેર કરવામાં આવી છે. નવા નિયમથી યોગ્ય ડીલર અને વાહનની ઓળખ કરવામાં સરળતા રહેશે તેમજ ચોરીના વાહનોની છેતરપિંડી અને વેચાણને રોકવામાં મદદ મળશે.
Trending Photos
Ministry of Road Transport: દેશના વિવિધ રાજ્યોમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે. ચોર ચોરીના વાહનને દેશના એક છેડેથી બીજા છેડે લઈ જઈને સરળતાથી વેચાઈ રહ્યાં છે. ચોરેલા વાહનો અપેક્ષા કરતા ઓછા ભાવે મળે છે અને લોકો પણ માહિતીના અભાવે તેને ખરીદે છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે હવે ચોરાયેલા વાહનોના વેચાણ અને ખરીદી પર થતી છેતરપિંડીને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે.
વાહન ચોરીની ઘટનાઓને રોકવા માટે માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા એક સૂચના જાહેર કરવામાં આવી છે. નવા નિયમથી યોગ્ય ડીલર અને વાહનની ઓળખ કરવામાં સરળતા રહેશે તેમજ ચોરીના વાહનોની છેતરપિંડી અને વેચાણને રોકવામાં મદદ મળશે. માર્ગ પરિવહન મંત્રાલયે ડીલર દ્વારા વાહનોના વેચાણ અને ખરીદીને પારદર્શક બનાવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે.
આ પણ વાંચો: સ્ટોક ક્લિયરન્સ ઓફર! માત્ર 350 રૂપિયામાં લઇ જાવ Samsung નો ફોન
આ પણ વાંચો: ALERT! 31 ડિસેમ્બર બાદ આ 49 સ્માર્ટફોનમાં WhatsApp થઈ જશે બંધ, તમારો ફોન તો નથી ને!
આ પણ વાંચો: Kiara થી માંડીને Shanaya સુધી, ન્યૂ ઇયર પર કોપી કરો આ બોલીવુડ હસીનાઓનો લુક
માર્ગ પરિવહન મંત્રાલયે કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989ના પ્રકરણ III માં ફેરફારો કર્યા છે. આ ફેરફાર 1 એપ્રિલ 2023થી લાગુ થશે. આ દ્વારા યુઝ્ડ કાર માર્કેટના રેગ્યુલેશન ઇકોસિસ્ટમ મજબૂત થશે. નિયમોમાં ફેરફાર અંગે કહેવામાં આવી રહ્યું છે કે આનાથી સામાન્ય લોકોને ઘણા ફાયદા થશે.
સેકન્ડ હેન્ડ વાહનની ખરીદી અને વેચાણ સાથે સંકળાયેલા ડીલરની ખરાઈ કરવા માટે એક પ્રમાણપત્ર આપવામાં આવશે જેથી લોકોને કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચાવી શકાય. ડીલર અને વાહન માલિક વચ્ચેના સંબંધો અંગે સ્પષ્ટતા હશે. એકવાર ડીલર પાસે વાહન હશે તો તેની પણ જવાબદારીઓ અને અધિકારો સ્પષ્ટ થશે.
હવે ડીલર રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ રિન્યૂ કરવા અથવા ફિટનેસ સર્ટિફિકેટના રિન્યૂઅલ, ડુપ્લિકેટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, NOC, વાહન માટે માલિકી ટ્રાન્સફરની પણ અરજી થઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે વાહન માટે ઈલેક્ટ્રોનિક ટ્રિપ રજિસ્ટર ફરજિયાત હશે.
જેની મદદથી વાહનની માઇલેજ, વપરાશ અને ઉપયોગને લગતી તમામ વિગતો ચકાસી શકાશે. વાહનને લગતા કોઈપણ પ્રકારના નુકસાન અથવા દસ્તાવેજોના નુકશાન અંગેની માહિતી માલિક દ્વારા સત્તાધિકારીને આપવાની રહેશે.
આ પણ વાંચો: આ સ્ટારકિડ્સની બોલ્ડનેસની બોલબાલા, ફોટો જોઇ ફેન્સ થયા પાણી પાણી!
આ પણ વાંચો: ટિકિટ કેન્સલ કર્યા વિના પણ રિઝર્વેશનની તારીખોમાં કરી શકો છો ફેરફાર, જાણો રીત
આ પણ વાંચો: પાર્ટીમાં ન્યાસાના બોલ્ડ લુકનો વિડીયો થયો લીક, ટલ્લી જોઇ ટ્રોલ કરવા લાગ્યા ફેન્સ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે