હવાઇ યાત્રા માટે સરકારે જાહેર કર્યા નવા નિયમ, યાત્રા દરમિયાન માસ્ક ન પહેર્યું તો...

તમે હવાઇ મુસાફરી કરી રહ્યા છો કે, કરવાના છો તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે. સરકારે હવાઇ મુસાફરીના Standard Operating Procedure (SOP)માં ફરેફાર કર્યો છે.

હવાઇ યાત્રા માટે સરકારે જાહેર કર્યા નવા નિયમ, યાત્રા દરમિયાન માસ્ક ન પહેર્યું તો...

નવી દિલ્હી: તમે હવાઇ મુસાફરી કરી રહ્યા છો કે, કરવાના છો તો તમારા માટે આ સમાચાર જાણવા જરૂરી છે. સરકારે હવાઇ મુસાફરીના Standard Operating Procedure (SOP)માં ફરેફાર કર્યો છે. આ નિયમોમાં અલગ અલગ એરલાઇન્સ હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પહેલાની જેમ ભોજન પીરસી શકશે. આ ઉપરાંત જો કોઇ યાત્રી મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાનો ઇન્કાર કરે તો તેનું નામ એરલાઇન્સની નો ફ્લાઇટ લિસ્ટમાં મુકવામાં આવશે. તમને જણાવી દઇએ કે, કોરોના મહામારીના કારણે લોકડાઉન દરમિયાન હવાઇ મુસાફરી પર પ્રતિબંધ હતો. ફરી જ્યારે સેવાઓ શરૂ કરવામાં આવી તો ઘણા પ્રતિબંધ લગાવવામાં આવ્યા.

નવા SOPમાં સ્થાનિક એર લાઇન્સ હવે મુસાફરી દરમિયાન તેમના યાત્રીઓને પ્રી-પેક્ડ ફૂડ, ડ્રિંક્સ વગેરે આપી શકશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના યાત્રી હવે દારુ અને હોટ મીલ્સની મજા લઇ શકશે. સ્થાનિક અને આતંરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે જુદા જુદા SOP જારી કર્યા છે.

સ્થાનિક ફ્લાઇટ્સ માટે નવા SOP
- અત્યાર સુધી યાત્રીઓ માટે ભોજન સેવાઓ ન હતી. પાણીની બોટલ અથવા તો ગેલેરી એરિયામાં અથવા સીટની પાસે આપવામાં આવતી હતી. યાત્રી ફ્લાઇટ્સની અંદર કંઇપણ ખાઇ શકતા ન હતા.
- નવા SOP બાદ એરલાઇન્સ પ્રી-પેક્ડ સ્નેક્સ/ભોજન/ડ્રિંક્સ યાત્રીઓને આપવામાં આવી શકે છે.
- ખાવા પીવાની વસ્તુઓ માત્ર ડિસ્પોઝેબલ પ્લેટ, કટલરી અને ગ્લાસમાં આપવામાં આવશે, જેનો ફરી ઉપયોગ કરી શકાય નહીં.
- ક્રૂ મેમ્બર્સ યાત્રીઓને ભોજન આપશે તો દર વખતે તેમના ગ્લોવ્સ (gloves) બદલવા પડશે.
- તે દરમિયાન યાત્રી ઓન બોર્ડ એન્ટરટેનમેન્ટનો આનંદ પણ લઇ શકે છે.
- તમામ ઈયર બડ્સ અને હેડફોનને સેનેટાઇઝ કરવાના રહેશે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે નવા SOP
- બોર્ડિંગથી પહેલા પ્રી-પેક્ડ ફૂડ આપી શકતા ન હતા, ચા, કોફીની પણ મનાઈ હતી.
- હવે ફ્લાઇટ્સમાં હોટ મીલ્સ અને ડ્રિંક્સની મંજૂરી છે. મર્યાદિત માત્રામાં દારુનું સેવન પણ કરી શકશે.
- દારુને પણ ડિસ્પોઝેબલ કંટેનરમાં જ આપવાનું રહેશે.
- ક્રૂ મેમ્બર્સ યાત્રીઓને ભોજન આપશે તો દર વખતે તેમના ગ્લોવ્સ (gloves) બદલવા પડશે.
- તમામ ઈયર બડ્સ અને હેડફોનને સેનેટાઇઝ કરવાના રહેશે.

સરકારે કહ્યું છે કે, વર્તમાન સ્થિતિને જોતા આ સાવચેતી મુસાફરો માટે આવશ્યક છે. આ ઉપરાંત યાત્રા દરમિયાન દારુ અને એન્ટરટેન્મેન્ટ સિસ્ટમની પણ મંજૂરી આપી છે. સરકારે આ નિર્ણય તે એર લાઇન્સ કંપનીઓને ફાયદો થશે જે ઓછા ભાડામાં સેવાઓ આપી રહી છે. તેનાથી તેમને યાત્રીઓ પાસેથી વધારે પૈસા મળી શકશે. યાત્રીઓની સંખ્યામાં વધારો પણ જોવા મળી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news