Google, Facebook જેવી ઓનલાઇન કંપનીઓ પર "Digital Tax" ની તૈયારીમાં સરકાર

ન્યૂઝિલેંડ સરકારે સોમવારે ફેસબુક અને ગૂગલ જેવી દિગ્ગજ ઓનલાઇન કંપનીઓ પર નવો ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે. સરકારનું કહેવું છે કે આ ઓનલાઇન કંપનીઓ અમારા દેશમાંથી ખૂબ પૈસા કમાઇ છે પરંતુ ટેક્સ ખૂબ ઓછો આપે છે. ન્યૂઝિલેંડના વડાપ્રધાન જેસિંડા અરડર્ને કહ્યું કે આવક અને ટેક્સ વચ્ચે મોટું અંતર છે, જેથી ઓછું કરવાની જરૂર છે. અમારી હાલની ટેક્સ વ્યવસ્થા તે પ્રકારે યોગ્ય નથી કે તે વ્યક્તિગત ટેક્સપેયર અને બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે અલગ-અલગ વહેવાર કરી શકે જોકે યોગ્ય નથી.
Google, Facebook જેવી ઓનલાઇન કંપનીઓ પર "Digital Tax" ની તૈયારીમાં સરકાર

વેલિંગટન: ન્યૂઝિલેંડ સરકારે સોમવારે ફેસબુક અને ગૂગલ જેવી દિગ્ગજ ઓનલાઇન કંપનીઓ પર નવો ટેક્સ લગાવવાની જાહેરાત કરી છે. સરકારનું કહેવું છે કે આ ઓનલાઇન કંપનીઓ અમારા દેશમાંથી ખૂબ પૈસા કમાઇ છે પરંતુ ટેક્સ ખૂબ ઓછો આપે છે. ન્યૂઝિલેંડના વડાપ્રધાન જેસિંડા અરડર્ને કહ્યું કે આવક અને ટેક્સ વચ્ચે મોટું અંતર છે, જેથી ઓછું કરવાની જરૂર છે. અમારી હાલની ટેક્સ વ્યવસ્થા તે પ્રકારે યોગ્ય નથી કે તે વ્યક્તિગત ટેક્સપેયર અને બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે અલગ-અલગ વહેવાર કરી શકે જોકે યોગ્ય નથી.

તેમણે કહ્યું કે પ્રસ્તાવિત ડિજિટલ સર્વિસ ટેક્સ હેઠળ આંતરરાષ્ટ્રીય ઓનલાઇન કંપનીઓને ન્યૂઝિલેંડમાં પોતાની કમાણીનો લગભગ 2 થી 3 ટકા ટેક્સના રૂપમાં આપવા પડશે. આ ટેક્સ દર અન્ય દેશોના અનુરૂપ છે. મહેસૂલ મંત્રી સ્ટુઅર્ટ નૈશે કહ્યું કે વિદેશી ઓનલાઇન કંપનીઓને સ્થાનિક કંપનીઓ પર પ્રતિસ્પર્ધાત્મક લાભ મળ્યો નથી. સ્થાનિક કંપનીઓ મોટી માત્રામાં ચૂકવણી કરે છે. તેમણે કહ્યું કે નવો ટેક્સ આગામી વર્ષથી લાગૂ થશે. 

ન્યૂઝિલેંડ સરકારનું અનુમાન છે કે આંતરરાષ્ટ્રીય ઓનલાઇન કંપનીઓ દર વર્ષે દેશમાં ભગલગ 2.7 અરબ ન્યૂઝિલેંડ ડોલર (1.9 અરબ અમેરિકી ડોલર)નો બિઝનેસ કરે છે અને નવા ટેક્સથી સરકારને વાર્ષિક 8 કરોડ ન્યૂઝિલેંડ ડોલર (5.5 કરોડ ડોલર) એકત્ર થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news