Small Saving Schemes Rate Hike: સરકારે જનતાને આપી ભેટ, બચત યોજનાઓના વ્યાજદરમાં કર્યો વધારો
Small Saving Schemes Rate Hike: પીપીએફ સુકન્યા સમૃદ્ધિ યોજના અને એનએસસી પર અપાતા વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Trending Photos
નવી દિલ્હીઃ Kisan Vikas Patra Rate Hike: કિસાન વિકાસ પત્ર (KIsan Vikas Patra), પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ ( Post Office Deposit Schemes) અને સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ( Senior Citizen Saving Schemes) માં રોકાણ કરનારા માટે આજે ખુશખબર છે. નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2022-23 ના ત્રીજા ક્વાર્ટર માટે આ બચત યોજનાઓ પર વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. પરંતુ પીપીએફ ( PPF) સુકન્યા સમૃદ્ધિ યોજના ( Sukanya Samridhi Yojana) અને એનએસસી પર અપાતા વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નથી.
વ્યાજદરમાં કેટલો થયો વધારો
કિસાન વિકાસ પત્ર પર વ્યાજને 6.9 ટકાથી 7 વધારી 7 ટકા કરી દેવામાં આવ્યો છે. તો પહેલા કિસાન વિકાસ પત્રમાં રોકાણ 124 મહિનામાં મેચ્યોર થતું હતું. પરંતુ હવે 123 મહિનામાં રોકાણ મેચ્યોર થઈ જશે. સીનિટર સિટીઝન સેવિંગ્સ સ્કીમ પર વ્યાજદરને 7.4 ટકાથી વધારી 7.6 ટકા કરી દીધુ છે. મંથલી ઇનકમ એકાઉન્ટ સ્કીમ પર 6.6 ટકાની જગ્યાએ હવે 6.7 ટકા વ્યાજ મળશે.
પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ પર વધ્યો વ્યાજ દર
પોસ્ટ ઓફિસ બે વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ પર 5.5 ટકાની જગ્યાએ હવે 5.7 ટકા વ્યાજ મળશે. તો 3 વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 5.5 ટકાની જગ્યાએ 5.8 ટકા વ્યાજ આપવામાં આવશે. એક વર્ષના સમયગાળા જમા પર 5.5 ટકામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સાથે પાંચ વર્ષની જમા યોજના પર મળનાર 5.8 ટકા વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
PPF, સુકન્યા યોજના પર વ્યાદમાં વધારો નહીં
નાણા મંત્રાલયે પરંતુ ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટર માટે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજનાના વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યો નથી. પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ પર 7.1 ટકા, NSC એટલે કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8 ટકા, સુકન્યા સમૃદ્ધિ યોજના પર 7.6 ટકા વ્યાજ મળતું રહેશે. પોસ્ટ ઓફિસની સેવિંગ ડિપોઝિટ એકાઉન્ટ પર પણ 4 ટકા વ્યાજમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તો 5 વર્ષના રેકરિંગ ડિપોઝિટ પર પણ 5.8 ટકા વ્યાજને યથાવત રાખવામાં આવ્યું છે.
આરબીઆઈની જાહેરાત પહેલા વધ્યા વ્યાજ દર
30 સપ્ટેમ્બર 2022ની સવારે આરબીઆઈ મોનિટરી પોલિસી મીટિંગ બાદ પોલિસી રેટ્સમાં વધારો કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરી સકે છે. રેપોરેટ 5.40 ટકાથી વધુ 5.90 ટકા થઈ શકે છે. પરંતુ આ પહેલા સરકારે નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં સમીક્ષા કરતા વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે