Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી, બનાવ્યો રેકોર્ડ, જુઓ લેટેસ્ટ રેટ

Gold Silver Rate Today: આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યાં છે અને તેની અસર ભારતીય બજારમાં પણ જવા મળી છે. ભારતીય બજારમાં સોના-ચાંદીના ભાવમાં મોટી તેજી જોવા મળી છે. 

Gold Silver Rate Today: સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી, બનાવ્યો રેકોર્ડ, જુઓ લેટેસ્ટ રેટ

નવી દિલ્હીઃ Gold Silver Rate Today: સોના અને ચાંદી (Gold Silver Rate)બંને કિંમતી ધાતુઓની કિંમતમાં આજે મોટો વધારો જોવા મળી રહ્યો છે અને પોતાના ઉચ્ચ સ્તરે પહોંચી રહી છે. સોનાની કિંમતો એકવાર ફરી 61,000 રૂપિયાના ઉપરના લેવલ પર જોવા મળી રહી છે. આજે ચાંદી 75000 રૂપિયાને પાર નિકળી ગઈ છે અને તે ઓલટાઇમ હાઈની આસપાસ કારોબાર કરી રહી છે. 

આજે  MCX પર કેવા છે સોના-ચાંદીના ભાવ
કોમોડિટી એક્સચેન્જ MCX પર આજે સોના અને ચાંદી બંને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યાં છે. સોનું 61108 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર છે. તેણે આજે 61113 રૂપિયાની હાઈ બનાવી છે અને નીચેની તરફ 60958 રૂપિયાનું સ્તર ટચ કર્યું છે. સોનામાં કારોબારની શરૂઆત તો 61024 રૂપિયા પર થઈ હતી અને આ સમયે તે 130 રૂપિયા કે 0.61 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે. સોનાના આ ભાવ જૂનના વાયદા માટે છે. 

ચાંદીની ચમક વધી
એમસીએક્સ પર ચાંદીનો ભાવ 400 રૂપિયા વધીને કારોબાર કરી રહ્યો છે. ચાંદીનો ભાવ 412 રૂપિયાની મજબૂતી સાથે 75030 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી રહ્યો છે. આજે તે ઊપરની તરફ રૂ. 75175 પ્રતિ કિલો અને ડાઉનસાઇડ પર રૂ. 74905નું નીચું સ્તર બનાવ્યું હતું. ચાંદીના આ ભાવ તેના મે વાયદા માટે છે.

છૂટક બજારમાં પણ સોના-ચાંદીમાં જબરદસ્ત વધારો 
રિટેલ માર્કેટમાં પણ આજે સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. દિલ્હીમાં સોનાની કિંમતમાં રૂ.1000થી વધુનો વધારો થયો છે.

દિલ્હીમાં 24 કેરેટ સોનું 1030 રૂપિયાના વધારા સાથે 61510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

મુંબઈમાં 24 કેરેટ સોનું 1030 રૂપિયાના વધારા સાથે 61360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

કોલકાતામાં 24 કેરેટ સોનું 1030 રૂપિયાના વધારા સાથે 61360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.

ચેન્નાઈમાં 24 કેરેટ સોનું 980 રૂપિયાના વધારા સાથે 62070 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

છૂટક બજારમાં ચાંદીના ભાવ
રિટેલ માર્કેટમાં ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે અને દેશના મુખ્ય શહેરોમાં 80,000ની ઉપર પહોંચી ગયો છે.

દિલ્હીમાં 2900 રૂપિયાના વધારા બાદ ચાંદી 80,700 રૂપિયા પ્રતિ કિલોના ઉછાળા પર વેચાઈ રહી છે.

મુંબઈમાં 2490 રૂપિયાના વધારા બાદ ચાંદી 77,090 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

ચેન્નાઈમાં 2900 રૂપિયાના વધારા બાદ ચાંદી 80,700 રૂપિયા પ્રતિ કિલોના ઉછાળા પર વેચાઈ રહી છે.

કોલકાતામાં 2490 રૂપિયાના વધારા બાદ ચાંદી 77,090 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

જાણો રાજકોટનો ભાવ
રાજકોટમાં પણ સોનાના ભાવમાં ભડકો થયો છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. રાજકોટમાં 22 કેરેટ સોનાનો ભાવ 63 હજાર રૂપિયા પર પહોંચ્યો છે. ભાવ વધારાને કારણે બજારમાં ગ્રાહકોની હાજરી ઓછી જોવા મળી છે. ભાવ વધારાને કારણે લોકોએ ખરીદીમાં કાપ મુક્યો છે. રાજકોટ સોની બજારના વેપારીઓ કહી રહ્યાં છે કે હજુ આગામી દિવસમાં સોનાના ભાવમાં વધારો જોવા મળશે. તેમણે કહ્યું કે જે લોકોએ સોનામાં રોકાણ કર્યું છે તેને મોટો નફો મળવાનો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news