Gold Rate Today: આજે પણ ઘટ્યા સોના-ચાંદીના ભાવ...જોજો તક ચૂકતા નહીં, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે જે સોના ચાંદીના ભાવ જાહેર થયા છે તે જોઈએ તો ઘટાડાનો દોર ચાલુ છે.

Gold Rate Today: આજે પણ ઘટ્યા સોના-ચાંદીના ભાવ...જોજો તક ચૂકતા નહીં, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ

Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે જે સોના ચાંદીના ભાવ જાહેર થયા છે તે જોઈએ તો ઘટાડાનો દોર ચાલુ છે. 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 50822 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 54106 રૂપિયા થયો છે. 

સોના ચાંદીના ભાવ દિવસમાં બે વાર જાહેર થાય છે. સવારના રેટ્સ મુજબ આજે 995 પ્યોરિટીવાળું સોનું 50619 રૂપિયે વેચાઈ રહ્યું છે. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 46553 રૂપિયામાં વેચાય છે. 750 પ્યોરિટીવાળું સોનું 38117 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. આ ઉપરાંત 585 પ્યોરિટીવાળું સોનું આજે 29731 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 

કેટલા ભાવ ઘટ્યા?
સોના ચાંદીના ભાવમાં થયેલા ઘટાડા અંગે વાત કરીએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 89 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે 995 પ્યોરિટીવાળું સોનું આજે 88 રૂપિયા સસ્તું થયું છે. આ ઉપરાંત 916 પ્યોરિટીવાળું સોનું 81 રૂપિયા ઘટ્યું છે. 750 પ્યોરિટીવાળા સોનામાં 10 ગ્રામ પર 66 રૂપિયા ઘટાડો થયો છે. 585 પ્યોરિટીવાળા સોનાના ભાવ પણ ઘટ્યા છે. આજે તે 52 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. 999 પ્યોરિટીવાળી ચાંદીના ભાવમાં પ્રતિ કિલો 621 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news