Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મસમોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Gold Price Today: મંદીના ભણકારા વચ્ચે અમેરિકી બજારમાં સતત ચાર દિવસથી ઘટાડાનો માહોલ છે. ગણેશ ચતુર્થી બાદ ખુલેલા બજારોમાં આજે કડાકો જોવા મળ્યો. સોના અને ચાંદીના ભાવ પણ ગગડ્યા. ગુરુવારે શરાફા બજાર અને એમસીએકસ માર્કેટ બંનેમાં ઘટાડો જોવા મળ્યો. જાણકારો આશા વ્યક્ત કરી રહ્યા છે કે હાલ સોના-ચાંદી પર દબાણ યથાવત રહેશે. 

Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં મસમોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

Gold Price Today: મંદીના ભણકારા વચ્ચે અમેરિકી બજારમાં સતત ચાર દિવસથી ઘટાડાનો માહોલ છે. ગણેશ ચતુર્થી બાદ ખુલેલા બજારોમાં આજે કડાકો જોવા મળ્યો. સોના અને ચાંદીના ભાવ પણ ગગડ્યા. ગુરુવારે શરાફા બજાર અને એમસીએકસ માર્કેટ બંનેમાં ઘટાડો જોવા મળ્યો. 

ચાંદીમાં 2500 રૂપિયાની રેકોર્ડ નબળાઈ
શરાફા બજારમાં સવારે સોના ચાંદીના  ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. ઈન્ડિયા બુલિયન્સ એસોસિએશન (https://ibjarates.com) તરફથી બહાર પડેલા રેટ્સ મુજબ ચાંદી મંગળવારની સરખામણીએ 2500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઘટાડા સાથે 51850 રૂપિયે આવી ગઈ. એ જ રીતે 24 કેરેટ સોનું 787 રૂપિયા ગગડીને 50401 રૂપિયે પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. મંગળવારે આ ભાવ 51188 રૂપિયા હતો અને ચાંદી 54350 રૂપિયે બંધ થઈ હતી. 

સોના-ચાંદી પર રહેશે દબાણ
આ અગાઉ 15 જુલાઈના રોજ સોનાના ભાવ 50403 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. ચાંદી બે વર્ષના ન્યૂનતમ સ્તર પર જોવા મળી રહી છે. ડોમેસ્ટિક માર્કેટમાં MCX પર સોનું બપોરે 12 વાગે 190 રૂપિયાના ઘટાડા સાથે 50224 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ડિસેમ્બરમાં ડિલિવર થનારી ચાંદી 738 રૂપિયા ગગડીને 52413 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી. જાણકારો આશા વ્યક્ત કરી રહ્યા છે કે હાલ સોના-ચાંદી પર દબાણ યથાવત રહેશે. 

અન્ય પ્યોરિટીવાળા સોના ચાંદીના ભાવની વાત કરીએ તો 995 પ્યોરિટીવાળું સોનું સસ્તું થઈને 50199 રૂપિયા થયું છે. 916 પ્યોરિટીવાળું સોનું ઘટીને 46167 રૂપિયા થયું છે. જ્યારે 750 પ્યોરિટીવાળા સોનાના ભાવ 37801 રૂપિયા થયો છે. આ ઉપરાંત 585 પ્યોરિટીવાળું દસ ગ્રામ સોનું આજે 29485 રૂપિયે વેચાઈ રહ્યું છે. 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીની વાત કરીએ તો તે આજે 51850 રૂપિયે વેચાઈ રહી છે. 

કેટલા ઘટ્યા ભાવ
સોના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે મોટો ઘટાડો નોંધાયો છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ આજે 787 રૂપિયા ઘટ્યો છે. જ્યારે 995 પ્યોરિટીવાળું ગોલ્ડ આજે 784 રૂપિયા ઘટ્યું છે. 916 પ્યોરિટીવાળું સોનું આજે 721 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે 750 પ્યોરિટીવાળું સોનું 590 રૂપિયા અને 585 પ્યોરિટીવાળું સોનું 460 રૂપિયા સસ્તું થયું છે. બીજી બાજુ 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ આજે 2500 રૂપિયા ઘટ્યો છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

(નોંધ- 3 ટકા જીએસટી અને મેકિંગ ચાર્જ વગરનો ભાવ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news