Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં કડાકો, સતત ચોથા દિવસે કિંમતમાં થયો ઘટાડો


Gold Silver Price: સોનું છેલ્લાં દોઢ મહિનામાં આશરે 3500 રૂપિયા નીચે આવી ગયું છે. તો ચાંદી પણ 68000 રૂપિયાના લેવલ પર પહોંચી ગઈ છે. તેમાં 9 હજારથી વધુનો ઘટાડો થયો છે. 

Gold Price Today: સોના-ચાંદીના ભાવમાં કડાકો, સતત ચોથા દિવસે કિંમતમાં થયો ઘટાડો

નવી દિલ્હીઃ Gold Price 23rd June: જો તમે પણ સોના-ચાંદી કે જ્વેલરી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. છેલ્લાં છ દિવસમાં સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે ફરી સોનામાં આશરે 300 રૂપિયાનો ઘટાડો થયો છે. એટલું જ નહીં ચાંદીના ભાવમાં છેલ્લાં દોઢ મહિનામાં 9 હજાર રૂપિયા જેટલો ઘટાડો થઈ ગયો છે. મેની શરૂઆતમાં સોનું 61000 રૂપિયાના સ્તર પર પહોંચી ગયું હતું તો ચાંદી 77000 રૂપિયાને પાર પહોંચી ગઈ હતી. પરંતુ હવે બંનેની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 

સોના-ચાંદીના ભાવમાં મંદી
સપ્તાહના છેલ્લાં કારોબારી દિવસ શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)અને સોની બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે. સોનું હાઈ લેવલ રેટથી 3500 રૂપિયા નીચે પહોંચી ગયું છે. ચાંદી પણ 68000 રૂપિયાના લેવલ પર આવી ગઈ છે. તેમાં 9 હજાર કરતા વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી બંને ધાતુની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

MCX પર સોનું-ચાંદી તૂટ્યા
શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. MCX પર શુક્રવારે સોનું 63 રૂપિયા તૂટીને 58123 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અને ચાંદી 313 રૂપિયાના ઘટાડા સાથે 67995 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેન્ડ કરી રહી હતી. આ પહેલાં ગુરૂવારે એમસીએક્સ પર સોનું 58196 રૂપિયા અને ચાંદી 68308 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી. 

સોની બજારમાં પણ તૂટ્યા ભાવ
સોની બજારના ભાવમાં પણ શુક્રવારે ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોની બજારના રેટ માટે સત્તાવાર વેબસાઇટ https://ibjarates.com અનુસાર 24 કેરેટવાળું સોનું આશરે 300 રૂપિયા તૂટીને 58380 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી આશરે 800 રૂપિયાના ઘટાડા સાથે 68194 રૂપિયા પ્રતિ કિલો પર છે. વેબસાઇટ પર જારી ભાવ સિવાય જીએસટી અને મેકિંગ ચાર્જ પમ આપવાનો હોય છે. આ પહેલાં ગુરૂવારે ચાંદી  69009 રૂપિયા પ્રતિ કિલો અને સોનું 58654 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news