Latest Gold Rate: ઉછાળા બાદ ફરી તૂટ્યા સોનાના ભાવ, જાણો કેટલી ગગડી 24 કેરેટ સોનાની કિંમત

છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આ અઠવાડિયે ભાવમાં ચડ ઉતર જોવા મળી. 24 કેરેટ સોનું 56,108 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવથી તૂટીને 55669 (સરેરાશ) ભાવ પર આવી ગયું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો 64,293 રૂપિયા પ્રતિ કિલોથી તૂટીને 61,791 રૂપિયાના સ્તરે આવી ગઈ.

Latest Gold Rate: ઉછાળા બાદ ફરી તૂટ્યા સોનાના ભાવ, જાણો કેટલી ગગડી 24 કેરેટ સોનાની કિંમત

છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીના ભાવમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. આ અઠવાડિયે ભાવમાં ચડ ઉતર જોવા મળી. 24 કેરેટ સોનું 56,108 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવથી તૂટીને 55669 (સરેરાશ) ભાવ પર આવી ગયું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો 64,293 રૂપિયા પ્રતિ કિલોથી તૂટીને 61,791 રૂપિયાના સ્તરે આવી ગઈ. એટલે કે આ અઠવાડિયે સોનાના ભાવમાં 439 રૂપિયા અને ચાંદીના ભાવમાં 2502 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. 

આવનારા દિવસોમાં વધી શકે છે ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ  જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ ભારતીય બજારમાં ડિમાન્ડ ઓછી હોવાથી સોના અને ચાંદીના ભાવ તૂટતા જોવા મળ્યા છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારની પણ સોના અને ચાંદીના ભાવ પર સીધી અસર પડે છે. જો કે આંતરરાષ્ટ્રીય બજારના કારણે આવમારા દિવસોમાં સોનામાં ફરી ઉછાળો જોવા મળી શકે છે. આ ઉપરાંત હિન્દુ નવ વર્ષ તથા ચૈત્ર નવરાત્રિ ઉપર પણ લોકો સોનું ખરીદતા હોય છે. જેના કારણે ભાવમાં તેજી આવશે. 

દેશના પ્રમુખ શહેરોમાં સોનાના ભાવ (24 કેરેટ, 10 ગ્રામ) (લેટેસ્ટ અપડેટ 11 માર્ચ 2023)

દિલ્હી- 55,669

ચેન્નાઈ- 52,000

મુંબઈ- 56, 210

હૈદરાબાદ- 56,000

બેંગ્લુરુ- 56,000

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news