Gold Rate Today: ઓલટાઈમ હાઈ રેટથી 4000 રૂપિયા જેટલું સસ્તું વેચાઈ રહ્યું છે સોનું, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે જાહેર થયેલા ભાવ મુજબ બંને ધાતુમાં ઘટાડો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવ 51486 રૂપિયા થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 57057 રૂપિયા થયો છે. 

Gold Rate Today: ઓલટાઈમ હાઈ રેટથી 4000 રૂપિયા જેટલું સસ્તું વેચાઈ રહ્યું છે સોનું, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gold Rate Today: ભારતીય શરાફા બજારમાં આજે જાહેર થયેલા ભાવ મુજબ બંને ધાતુમાં ઘટાડો જોવા મળ્યો છે. 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવ 51486 રૂપિયા થયો છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 57057 રૂપિયા થયો છે. 

આ સિવાય 995 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 51280 રૂપિયે, 916 પ્યોરિટીવાળું સોનું 47161 રૂપિયે, 750 પ્યોરિટીવાળું સોનું 38616 રૂપિયે વેચાઈ રહ્યું છે. જ્યારે 585 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 30119 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. 999 પ્યોરિટીવાળી ચાંદીનો ભાવ 57057 થયો છે. 

કેટલા ઘટ્યા ભાવ
સોના અને ચાંદીના ભાવ દિવસમાં બેવાર જાહેર કરાય છે. સવારે અને સાંજે. આજે સવારે જાહેર થયેલા ભાવ મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં 63 રૂપિયા ઘટ્યા છે, 995 પ્યોરિટીવાળા સોનામાં 63 રૂપિયા, 916 પ્યોરિટીવાળા સોનામાં 52 રૂપિયા, 750 પ્યોરિટીવાળા સોનામાં 47 રૂપિયા જ્યારે 585 પ્યોરિટીવાળા સોનામાં 37 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીમાં એક કિલોએ 847 રૂપિયા ઘટાડો થયો છે. 

રેકોર્ડ રેટથી આટલું સસ્તું થયું સોનું
વર્ષ 2020ના ઓગસ્ટ મહિનામાં સોનાના ભાવ પોતાના ઓલટાઈમ હાઈ રેટ પર પહોંચી ગયા હતા. ઓગસ્ટ 2020માં 24 કેરેટ સોનાના ભાવ 55400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યા હતા. આજે બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 51486 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. આજના ભાવની જો ઓલટાઈમ હાઈ રેટ સાથે સરખામણી કરીએ તો સોનું 3914 રૂપિયે પ્રતિ દસ ગ્રામ સોંઘુ છે. 

24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news