Gold Rate Today: સોનાએ કરાવી દીધી મોજ, ભાવ આજે પણ ઘટ્યા, લેટેસ્ટ રેટ જાણીને ખુશ ખુશ થઈ જશો
Gold Rate Today: ગઈ કાલે સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો જે આજે પણ ચાલુ રહ્યો છે. આજે પણ સોના અને ચાંદીના ભાવ ગગડ્યા છે. જાણો લેટેસ્ટ રેટ....
Trending Photos
સોના અને ચાંદીના ભાવમાં આજે પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય વાયદા બજારમાં તથા શરાફા બજારમાં સોનું દબાણમાં જોવા મળી રહ્યું છે. જો તમે પણ સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરી લો આજનો લેટેસ્ટ રેટ.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે બીજા દિવસે પણ કડાકો જોવા મળ્યો છે. 66 રૂપિયાના ઘટાડા સાથે સોનાનો ભાવ 71549 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. ગઈ કાલે તે 71615 રૂપિયાના સ્તરે ક્લોઝ થયો હતો. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 61 રૂપિયા તૂટીને 65538 રૂપિયા પર પહોંચ્યો છે.
ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. પ્રતિ કિલો 185 રૂપિયા ઘટીને ચાંદીનો ભાવ હાલ 88486 રૂપિયા પર પહોંચ્યો છે. ગઈ કાલે ચાંદી 88671 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
For more details contact: Saurabh +91 9004120120 / 022- 49098950 / 022- 49098960
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/OchEKB7QzX
— IBJA (@IBJA1919) June 25, 2024
MCX પર ભાવ
વાયદા બજારમાં નજર ફેરવીએ તો સવારે સોનું 106 રૂપિયના ગટાડા સાથે 71,685 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યું. જ્યારે ચાંદી 100 રૂપિયા ઘટીને 88,888 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. ગઈ કાલે 88,999 રૂપિયા પર ચાંદી ક્લોઝ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી
આંતતરાષ્ટ્રીય જારમાં મજબૂતી છતાં વાયદા બજાર અને શરાફા બજારમાં ધટાડો જોવા મળ્યો છે. કાલે સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં અડધા ટકાના વધારા સાથે 2345 ડોલર પર પહોંચ્યું હતું. જ્યારે ચાંદી 30 ડોલર નજીક પહોંચી હતી. ડોલરમાં નરમાઈ બાદ સોનામાં તેજી જોવા મળી હતી. અમરિકામાં આ અઠવાડિયે મોંઘવારીના આંકડાની રાહ જોવાઈ રહી છે. જેનાથી સપ્ટેમ્બર પોલીસીમાં વ્યાજ દરો પર થોડી વધુ સ્પષ્ટતા આવે તેવી આશા છે. આ અગાઉ યુએસ સ્પોટ ગોલ્ડ 0.54% ચડીને 2,332 ડોલર પ્રતિ ઔંસ પર હતું. યુએસ ગોલ્ડ ફ્યુચર 0.6% ઉપર 2,344 ડોલર પ્રતિ ઔંસ પર હતું.
ખાસ નોંધ: ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે