Gold Rate Today: જો જો તક ચૂકતા નહીં! આજે પણ ઘટ્યો સોના-ચાંદીનો ભાવ, જાણો કેટલું સસ્તું થયું સોનું

Gold-Silver Rates Today, 20 July 2022: ભારતીય શરાફા બજારમાં આજે  એટલે કે બુધવારે સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ગઈ કાલે પણ આ બંને ધાતુઓમાં ઘટાડો નોંધાયો હતો.

Gold Rate Today: જો જો તક ચૂકતા નહીં! આજે પણ ઘટ્યો સોના-ચાંદીનો ભાવ, જાણો કેટલું સસ્તું થયું સોનું

Gold-Silver Rates Today, 20 July 2022: ભારતીય શરાફા બજારમાં આજે  એટલે કે બુધવારે સતત બીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ગઈ કાલે પણ આ બંને ધાતુઓમાં ઘટાડો નોંધાયો હતો. આજે સવારે 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાનો ભાવ 50447 રૂપિયા જોવા મળ્યો. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીનો ભાવ 55230 જોવા મળ્યો. 

ibjarates મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 50275 રૂપિયામાં 916 પ્યોરિટીવાળું સોનું 46237 રૂપિયામાં વેચાઈ રહ્યુ છે. આ ઉપરાંત 750 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાનો ભાવ 37858 રૂપિયા છે. 585 પ્યોરિટીવાળા દસ ગ્રામ સોનાનો  ભાવ આજે 29529 રૂપિયા છે. જ્યારે 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદી આજે ભાવ ઘટ્યા બાદ 55230 રૂપિયાની થઈ છે. 

કેટલો ભાવ ઘટ્યો
999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં ગઈ કાલની સરખામણીએ 201 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે 995 પ્યોરિટીવાળા સોનાના ભાવમાં 10 ગ્રામે 200 રૂપિયાનો ઘટાડો થયો છે. 916 પ્યોરિટીવાળું સોનું 184 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે 750 પ્યોરિટીવાળું ગોલ્ડ 151 રૂપિયા સસ્તું થયું છે. 585 પ્યોરિટીવાળું સોનું 10  ગ્રામે 118 રૂપિયા સસ્તું થયું છે. આ સિવાય 999 પ્યોરિટીવાળી એક કિલો ચાંદીના ભાવમાં 33 રૂપિયા જેટલો મામૂલી ઘટાડો નોંધાયો છે. 

આ રીતે કરાય છે શુદ્ધતાની ઓળખ
જ્વેલરીની પ્યોરિટી ચકાસવા માટેની એક રીત હોય છે. જેમાં હોલમાર્ક સંલગ્ન અનેક પ્રકારના નિશાન જોવા મળે છે. આ નિશાનના માધ્યમથી જ્વેલરીની શુદ્ધતાને ઓળખી શકાય છે. આવામં એક કેરેટથી લઈને 24 કેરેટ સુધીના માપદંડ હોય છે. જ્વેલરી બનાવવા માટે 22 કેરેટના સોનાનો ઉપયોગ થાય છે. જ્વેલરી પર હોલમાર્ક લગાવવો જરૂરી છે. 24 કેરેટ સોનું પ્યોર સોનું હોય છે. તેના પર 999 અંક લખેલો જોવા મળશે. જો કે 24 કેરેટ સોનાથી જ્વેલરી બનતી નથી. 22 કેરેટ સોનામાંથી સોનાના દાગીના બનશે જેમાં 916 લખેલું હશે. 21 કેરેટ સોનાની જ્વેલરી પર 875 લખેલું હશે. 18 કેરેટના દાગીના પર 750 લખેલું હશે. જ્યારે 14 કેરેટના દાગીના પર 585 લખેલું જોવા મળશે. 

24,22, 21, 18 અને 14 કેરેટમાં શું ફરક હોય છે?
24 કેરેટવાળું સોનું એકદમ પ્યોર હોય છે. જેને પ્યોરેસ્ટ ગોલ્ડ કહે છે. તેમાં કોઈ પણ પ્રકારની અન્ય ધાતુની ભેળસેળ હોતી નથી. તેને 99.9 ટકા શુદ્ધ ગોલ્ડ કહેવાય છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. અન્ય 8.33 ટકામાં બીજી ધાતુનું મિશ્રણ હોય છે. જ્યારે 21 કેરેટ ગોલ્ડમાં 87.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. 18 કેરેટ ગોલ્ડમાં 75 ટકા પ્યોર ગોલ્ડ હોય છે. જ્યારે 14 કેરેટ ગોલ્ડમાં 58.5 ટકા પ્યોર ગોલ્ડ હોય છે બાકી અન્ય ધાતુનું મિશ્રણ કરેલું હોય છે. 

મિસ્ડ કોલથી જાણો સોના ચાંદીના ભાવ
ibja તરફથી અને કેન્દ્રીય સરકાર દ્વારા જાહેર રજાઓ ઉપરાંત શનિવાર અને રવિવારે રેટ જાહેર કરાતા નથી. 22 કેરેટ અને 18 કેરેટ ગોલ્ડ જ્વેલરીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડીવારમાં તમને એસએમએસ દ્વારા રેટ્સ મળી જશે. આ ઉપરાંત સતત અપડેટ્સ માટે તમે www.ibja.com પર જઈ શકો છો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news