Gold Rate Today: જલદી કરો! વેલેન્ટાઈન ડે પર સોના-ચાંદીમાં ભાવમાં ભારે ઘટાડો, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટ

Gold-Silver Rate 14 February 2024: તમારા પાર્ટનરને કોઈ સારી ગિફ્ટ આપવા માંગતા હોવ અને તમારી નજર કિમતી ધાતુ સોના કે ચાંદીના દાગીના પર હોય તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે આજે વેલેન્ટાઈન ડેના દિવસે સોના અને ચાંદીમાં ધરખમ ઘટાડો  થયો છે.

Gold Rate Today: જલદી કરો! વેલેન્ટાઈન ડે પર સોના-ચાંદીમાં ભાવમાં ભારે ઘટાડો, લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરો રેટ

Gold-Silver Rate 14 February 2024: વેલેન્ટાઈન ડે પર જ તમારા પાર્ટનરને કોઈ સારી ગિફ્ટ આપવા માંગતા હોવ અને તમારી નજર કિમતી ધાતુ સોના કે ચાંદીના દાગીના પર હોય તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે આજે વેલેન્ટાઈન ડેના દિવસે સોના અને ચાંદીમાં ધરખમ ઘટાડો  થયો છે. લેટેસ્ટ રેટ ચેક કરો....

શરાફા બજારમાં ભાવ
શરાફા બજારમાં સોના અને ચાંદીની વાત કરીએ તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનામાં આજે 865 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. હાલ ભાવ 61529 રૂપિયાના સ્તરે છે. જ્યારે 916 પ્યોરિટીવાળું ગોલ્ડ 792 રૂપિયા તૂટીને હાલ 56361 રૂપિયાના સ્તરે છે. જ્યારે ચાંદી પ્રતિ કિલો 2002 રૂપિયા ગગડીને હાલ 69040 પ્રતિ કિલોના સ્તરે જોવા મળી રહી છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

(Disclaimer: These are indicative prices collected from trusted source. People advised to check prices with their jeweller before acting on the information.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news