Gold Hallmarking Rules Change: સોનાની ખરીદી માટે બદલાયો આ જરૂરી નિયમ, સોનું ખરીદવાના હોય તો ખાસ જાણો
Gold Hallmarking Rules Changed From 1st April 2023: જો તમે નવા વર્ષમાં સોનાના દાગીના ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે.
Trending Photos
Gold Hallmarking Rules Changed From 1st April 2023: જો તમે નવા વર્ષમાં સોનાના દાગીના ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે મહત્વના સમાચાર છે. આજથી સોનું ખરીદનારાઓએ નવા નિયમનું પાલન કરવું પડશે. કેન્દ્ર સરકારે સોનાના દાગીનાના વેચાણના નિયમમાં ફેરફાર કરતા આજથી સોનાના દાગીનામાં હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે. એક એપ્રિલ 2023થી કોઈ પણ ગોલ્ડ જ્વેલરીને વેચવા માટે તેના પર 6 નંબરનો હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર (HUID) હોવો જરૂરી છે. ભારતીય માનક બ્યૂરો (BIS) એ માર્ચમાં જાણકારી આપતા કહ્યું હતું કે નવા નાણાકીય વર્ષમાં કોઈ પણ દુકાનદાર 6 ડિજિટ હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) વગર સોનાના દાગીના વેચી શકશે નહીં. જો કે આ મામલે એક અપડેટ પણ આવ્યું છે જે ખાસ જાણો.
આજથી લાગૂ થયો નિયમ, પણ સાથે આપી એક રાહત
Consumers Affairs Ministry દ્વારા 4 માર્ચ 2023ના રોજ બહાર પાડવામાં આવેલા સર્ક્યુલર મુજબ હવે ફક્ત 6 નંબરવાળો હોલમાર્ક જ માન્ય હશે. પહેલા 4 ડિજિટ અને 6 ડિજિટવાળા હોલમાર્કને લઈને ખુબ કન્ફ્યુઝન રહેતી હતી. હવે તેને દૂર કરતા ગ્રાહક મામલાના મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે હવે ફક્ત 6 નંબરવાળો અલ્ફાન્યૂમેરિક હોમાર્કિંગ જ માન્ય રહેશે. તેના વગર કોઈ પણ દુકાનદાર જ્વેલરી વેચી શકશે નહીં. જો કે તેના પણ એક મહત્વની અપડેટ પણ આવી છે. એક દિવસ પહેલા જ સરકારે આ મામલે વેપારીઓને રાહત પણ આપી છે. સરકારે શુક્રવારે લગભગ 16,000 ઝવેરીઓને જૂન સુધી જૂના હોલમાર્કવાળા દાગીના જૂન સુધી વેચવાની છૂટ પણ આપી છે. સરળ ભાષામાં કહીએ તો ત્રણ મહિના માટે છૂટ આપી છે.
શું છે આ નવી છૂટ?
આ મામલે આભૂષણ ઉદ્યોગના એકમો સાથે હાલમાં થયેલી બેઠક બાદ ગ્રાહકો મામલાઓના મંત્રાલયએ નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોટિફિકેશન મુજબ મંત્રાલયે સોનાના આભૂષણો અને સોનાની કલાકૃતિઓના હોલમાર્કિંગ આદેશ 2020માં સંશોધન કર્યું છે. જે હેઠળ જે ઝવેરીઓએ જૂના હોલમાર્કવાળા આભૂષણોના પોતાના ભંડારની પહેલા જાહેરાત કરી હતી (બનાવેલા હતા), તેને વેચવા માટે 30 જૂન 2023 સુધીનો સમય અપાયો છે. મંત્રાલયના અધિક સચિવ નિધિ ખરેએ કહ્યું કે દેશમાં 1.56 લાખ રજિસ્ટર્ડ ઝવેરીઓ છે. જેમાંથી 16243 ઝવેરીઓએ આ વર્ષ એક જુલાઈના રોજ પોતાના જૂના હોલમાર્કવાળા દાગીનાનો ખુલાસો કર્યો હતો. તેમને 3 મહિનાનો વધારાનો સમય અપાયો છે. તેમણે કહ્યું કે આ અંતિમ સમયમર્યાદા છે. અને જૂના સ્ટોકને ખાલી કરવા માટે હવે વધુ સમય અપાશે નહીં.
શું હશે શરત?
સૌથી પહેલા તો આ છૂટ જુલાઈ 2021થી પહેલા બનેલા આભૂષણો પર જ લાગૂ થશે. આ સિવાય જિ ઝવેરીએ 4 ડિજિટના બચેલા સ્ટોકનો ડિસ્ક્લોઝર આપ્યું હતું બસ તેમને આ છૂટ મળશે. આવા જ્વેલર્સની સંખ્યા 16,243 છે. આમ 6 ડિજિટના જરૂરી HUID Hallmarking થી તેમને ત્રણ મહિનાની છૂટ મળી શકશે. અન્ય તમામ માટે હવે આજથી એટલે કે 1 એપ્રિલથી 6 ડિજિટ HUID Hallmarking જરૂરી બની ગયું છે.
શુદ્ધ સોના માટે સરકારે શરૂ કરી કવાયત
ભારતીય માનક બ્યૂરો (BIS) એ 1 એપ્રિલ 2023થી હોલમાર્કવાળા સોનાના દાગીના માટે છ અંકનો અલ્ફાન્યૂમેરિક HUID જરૂરી બનાવ્યું છે. આજથી ફક્ત 6 ડિજિટAlphanumeric Hallmarking જ માન્ય રહેશે. તેના વગર સોનું અને દાગીના વેચી શકાશે નહીં. 4 ડિજિટવાળા હોલમાર્કિંગ સંપૂર્ણ રીતે બંધ થશે. સરકારે ગોલ્ડ હોલમાર્કિંગને જરૂરી બનાવવાની કવાયત દોઢ વર્ષ પહેલા શરૂ કરી હતી.
શું છે આ HUID નંબર?
નોંધનીય છે કે કોઈ પણ જ્વેલરીની શુદ્ધતાની ઓળખ માટે તેને એક 6 ડિજિટનો અલ્ફાન્યૂમેરિક કોડ આપવામાં આવે છે. તેને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન (HUID) નંબર કહે છે. આ નંબર દ્વારા તમને આ આભૂષણની તમામ માહિતી મળી જશે. આ નંબરને સ્કેન કરવા પર ગ્રાહકોને નકલી સોનું કે ભેળસેળવાળા દાગીનાથી બચવામાં મદદ મળે છે. તે સોનાની શુદ્ધતાના સર્ટિફિકેટ જેવું હોય છે. ધ્યાન આપવા જેવી વાત એ છે કે 16 જૂન 2021 સુધી હોલમાર્કવાળા દાગીના વેચવા જરૂરી નહતા. પરંતુ 1 જુલાઈ 2021થી સરકારે 6 ડિજિટના HUID ની શરૂઆત કરી હતી. દેશમાં હોલમાર્કિંગને સરળ બનાવવા માટે સરકારે 85 ટકા ભાગમાં હોલમાર્કિંગ સેન્ટર ખોલ્યા છે અને બાકી જગ્યાઓ માટે સતત કામ ચાલુ છે.
જૂની જવેલરી વેચવા માટે નિયમ
1 એપ્રિલ 2023થી સોનાની જ્વેલરી માટે ભલે હોલમાર્કિંગ જરૂરી કરાયું હોય પરંતુ જો કોઈ ગ્રાહક જૂની જ્વેલરીને વેચવા માટે જાય તો તેને આ પ્રકારના કોઈ પણ હોલમાર્કિંગની જરૂર પડશે નહીં. લોકો દ્વારા વેચવામાં આવતા જૂના આભૂષણોના વેચાણ નિયમમાં સરકારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. જૂની જ્વેલરી 6 ડિજિટના હોલમાર્ક વગર પણ વેચી શકાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે