Gold Price Today: બુધવારે પણ સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવી કિંમત

ભારતીય બજારમાં 5 મેથી સોનાના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો ચાંદીમાં પણ છેલ્લા કેટલાક દિવસથી તેજી પર બ્રેક લાગી છે. 

Gold Price Today: બુધવારે પણ સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવી કિંમત

નવી દિલ્હીઃ બુધવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 5 મેથી 18 મે દરમિયાન સોનાની કિંમતમાં મોટો ઘટાડો ડોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન સોનાની કિંમત 1323 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઘટાડો થયો છે. 17 મેએ સવારે સોનાની કિંમત 50752 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે 18 મેએ સવારે 50297 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર આવી ગઈ હતી. 17 મેએ ચાંદીની કિંમત 61239 રૂપિયા પ્રતિ કિલો હતી, જે 18 મેએ સવારે ઘટીને 60961 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર પહોંચી ગઈ હતી. 

વાયદા બજારમાં સસ્તી થઈ ચાંદી
18 મેએ ચાંદીની વાયદા કિંમત 250 રૂપિયા ઘટીને 60906 રૂપિયાના સ્તર પર આવી ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર જુલાઈની ડિલિવરીવાળી ચાંદીની કિંમત 250 રૂપિયા ઘટી છે. વૈશ્વિક સ્તર પર ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો અને તે ન્યૂયોર્કમાં 0.76 ટકાના ઘટાડા સાથે 2159 ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહી હતી. 

સોનાનો વાયદા ભાવ
ઓછી માંગને કારણે સટોરિયાઓએ ફ્યૂચર્સ કારોબારમાં વધુ રસ 18 મેએ દાખવ્યો નહીં. આ કારણે એમસીએક્સ પર જૂન ડિલિવરીવાળા સોનાનો વાયદા ભાવ 54 રૂપિયાના ઘટાડા સાથે 50119 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યો હતો. વૈશ્વિક કિંમતોની વાત કરીએ તો ન્યૂયોર્કમાં સોનું 0.32 ટકાના ઘટાડા સાથે 1813.10 ડોલર પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news