Gold Price Today: સોનું 10 હજાર રૂપિયા થયું સસ્તું, ચાંદી 60 હજારથી નીચે પહોંચી, જાણો 14થી 24 કેરેટ Gold નો ભાવ


શુક્રવારના મુકાબલે સોનું જ્યાં 125 રૂપિયા તૂટી 46185 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે તો ચાંદી 1256 રૂપિયા નબળી થઈને 60000 રૂપિયા કિલોથી નીચે આવી ગઈ છે. 

Gold Price Today: સોનું 10 હજાર રૂપિયા થયું સસ્તું, ચાંદી 60 હજારથી નીચે પહોંચી, જાણો 14થી 24 કેરેટ Gold નો ભાવ

નવી દિલ્હીઃ Gold Price Today 20th Sep 2021 : સોની બજારોમાં સોમવારે સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડાને કારણે 24 કેરેટ સોનું હવે પોતાના ઓલ ટાઈમ હાઈ રેટથી 10,000 રૂપિયા સસ્તું થઈ ચુક્યું છે. તો ચાંદી 16133 રૂપિયા સસ્તી થઈ ચુકી છે. શુક્રવારના મુકાબલે સોનું જ્યાં 125 રૂપિયા તૂટી 46185 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે તો ચાંદી 1256 રૂપિયા નબળી થઈને 60000 રૂપિયા કિલોથી નીચે આવી ગઈ છે. 

મહત્વનું છે કે પાછલા વર્ષે 7 ઓગસ્ટે સોનું 56126 રૂપિયા અને ચાંદી 76004 રૂપિયા પર પહોંચી ગઈ હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જાહેર આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500થી 1000 રૂપિયાનું અંતર રહી શકે છે. 

મહત્વનું છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી આ રેટ અને તમારા શહેરના ભાવમાં 500થી 1000 રૂપિયાનું અંતર આવી શકે છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ  (ibjarates.com) પ્રમાણે 20 સપ્ટેમ્બર 2021ના દેશભરની બજારોમાં સોના-ચાંદીના ભાવ આ પ્રકારે રહ્યાં છે.

ધાતુ 20 સપ્ટેમ્બરનો ભાવ (રૂપિયા/10 ગ્રામ) 17સપ્ટેમ્બરનો ભાવ (રૂપિયા/10 ગ્રામ)

ભાવમાં ફેરફાર (રૂપિયા/10 ગ્રામ)

Gold 999 (24 કેરેટ) 46185 46310 -125
Gold 995 (23 કેરેટ) 46000 46125 -125
Gold 916 (22 કેરેટ) 42305 42420 -115
Gold 750 (18 કેરેટ) 34639 34733 -94
Gold 585 ( 14 કેરેટ) 27018 27091 -73
Silver 999 59875 Rs/Kg 61131 Rs/Kg -1256 Rs/Kg

IBJAનો રેટ દેશભરમાં સર્વમાન્ય
મહત્વનું છે કે IBJA દ્વારા જારી કરવામાં આવેલ રેટ દેશભરમાં સર્વમાન્ય છે. પરંતુ આ વેબસાઇટ પર આપવામાં આવેલા ભાવમાં જીએસટી સામેલ નથી. સોનું ખરીદવા-વેચવા સમયે તમે IBJA ના રેટનો હવાલો આપી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન પ્રમાણે IBJA દેશભરના 14 સેન્ટરોથી સોના-ચાંદીના કરંટ રેટને લઈને તેનું એવરેજ મૂલ્ય જણાવે છે. સોના-ચાંદીનો કરંટ રેટ અથવા તેમ કહો કે હાજર ભાવ અલગ-અલગ જગ્યાઓ પર અલગ હોઈ શકે છે પરંતુ તેની કિંમતોમાં થોડુ અંતર હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news