Latest Gold Rate: સોનાએ તો મોજ કરાવી દીધી, સતત બીજા દિવસે શનિવારે સસ્તું થયું સોનું! જન્માષ્ટમી પહેલા જાણો સોનાનો ભાવ
Gold Rate Today: શું તમે પણ જન્માષ્ટમીના અવસરે બાંકે બિહારી માટે સોના અને ચાંદીના દાગીના લેવાનું વિચારી રહ્યા છો, ઘરમાં પ્રસંગ માટે થઈને સોના કે ચાંદીના દાગીના ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે.
Trending Photos
શું તમે પણ જન્માષ્ટમીના અવસરે બાંકે બિહારી માટે સોના અને ચાંદીના દાગીના લેવાનું વિચારી રહ્યા છો, ઘરમાં પ્રસંગ માટે થઈને સોના કે ચાંદીના દાગીના ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. સોનાના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. દેશના 12 મોટા શહેરોમાં સોનું 300 રૂપિયા સુધી સસ્તુ થયું છે. બુલિયન માર્કેટ પ્રમાણે આજે શનિવારે 24 ઓગસ્ટ 2024ના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ગઈ કાલે શુક્રવારે પણ 500 રૂપિયા જેટલું સોનું સસ્તું થયું.
શનિવાર 24 ઓગસ્ટ 2024નો ભાવ
24 કેરેટ સોનાનો ભાવ 72700 રૂપિયાની આસપાસ મોટાભાગના શહેરોમાં જોવા મળી રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 66,500 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જો ચાંદીની વાત કરીએ તો દિલ્હીમાં ચાંદીનો ભાવ86600 રૂપિયા રહ્યો. સિલ્વરના રેટકાલે શુક્રવારની સરખામણીમાં આજે 300 રૂપિયાના ઘટાડા સાથે જોવા મળ્યો. દેશના 12 મોટા શહેરોમાં સોના અને ચાંદીનો ભાવ જાણો.
અમદાવાદમાં સોનાનો ભાવ
અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 72690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો રિટેલ ભાવ 66640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે.
જ્યારે મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 72790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 66740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. દિલ્હીની વાત કરીએ તો અહીં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 72790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 66740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દેશના અન્ય પ્રમુખ શહેરોમાં સોનાનો ભાવ
શહેર | 22 કેરેટ સોનું | 24 કેરેટ સોનું |
ચેન્નાઈ | 66590 | 72640 |
કોલકાતા | 66590 | 72640 |
ગુરુગ્રામ | 66740 | 72790 |
લખનઉ | 66740 | 72790 |
બેંગ્લુરુ | 66590 | 72640 |
જયપુર | 66740 | 72790 |
પટણા | 66640 | 72690 |
ભુવનેશ્વર | 66590 | 72640 |
હૈદરાબાદ | 66590 | 72640 |
શુક્રવારે આ હતો ભાવ
અખિલ ભારતીય શરાફા સંઘની જાણકારી મુજબ ગત કારોબારી સત્રમાં 99.9 ટચનું સોનું 74150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતું. ચાંદીનો ભાવ પણ 200 રૂપિયાના ઘટાડા સાથે 87000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો. જ્યારે તેનો ગત પાછલો બંધ ભાવ 87200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે