Gold Rate Today: ટૂંક સમયમાં 60,000ને પાર જશે સોનું, કેમ વધી રહી છે કિંમત?

commodity News: એવામાં તમારે એ જાણી લેવું જોઈએ કે ગ્લોબલ માર્કેટમાં આખરે એવું શું થઈ રહ્યું છે જેનાથી સોનાના ભાવમાં આગ લાગી છે. 24 કેરેટ ગોલ્ડ સોનાના ભાવમાં 614 રૂપિયાનો ઘટાડો થયો છે.

Gold Rate Today: ટૂંક સમયમાં 60,000ને પાર જશે સોનું, કેમ વધી રહી છે કિંમત?

Gold Price Life Time High: સોનાનો ભાવ રોજેરોજ વધી રહ્યો છે. પરંતુ શુક્રવારના દિવસે સોનાનો ભાવમાં થોડીક રાહત મળી. પરંતુ શું સોનાનો ભાવ આગળ પણ વધતો જ રહેશે?. લોકોના મનમાં આ સવાલ ઉભો થઈ રહ્યો છે. એવામાં તમારે એ જાણી લેવું જોઈએ કે ગ્લોબલ માર્કેટમાં આખરે એવું શું થઈ રહ્યું છે જેનાથી સોનાના ભાવમાં આગ લાગી છે. 24 કેરેટ ગોલ્ડ સોનાના ભાવમાં 614 રૂપિયાનો ઘટાડો થયો છે. તેની સાથે જ સોનું 56,983 રૂપિયા પર બિઝનેસ કરી રહ્યું હતું. વિશ્લેષકોનું માનવું છે કે ટૂંક સમયમાં સોનું 60,000 ને પાર કરી જશે. કેમ કે લગ્નની સિઝન ચાલી રહી છે. એવામાં સોનાની ડિમાન્ડ પણ વધવાની છે. 

આ પણ વાંચો: માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી
આ પણ વાંચો: સપનેય વિચાર્યું નહી હોય એટલી કિંમતમાં Split AC, ઉનાળો શરૂ થાય તે પહેલાં ખરીદી લેજો
આ પણ વાંચો:  Samsung એ વેલેન્ટાઈન ડે પર મૌજ કરાવી દીધી,ગર્લફ્રેન્ડને આપજો ખુશ થઈ જશે
આ પણ વાંચો: LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી

ફેડનું નરમ વલણ:
અમેરિકી કેન્દ્રીય બેંક જયારથી પોતાના વ્યાજ દરમાં વધારો કર્યો છે ત્યારથી જ ડોલર મજબૂર થઈ રહ્યો છે. તેનું જ પરિણામ હતું કે માર્ચ 2002માં 1950 ડોલર પ્રતિ ઔસના ઉચ્ચ સ્તરથી સોનું ઓક્ટોબર 2022માં 1636  ડોલર પ્રતિ ઔસ પર આવી ચૂક્યું હતું. પરંતુ જ્યારથી ફેડે વ્યાજ દરમાં નરમ વલણ અપનાવ્યું છે ત્યારથી સોનામાં તેજી જોવા મળી રહી છે. એવામાં માનવામાં આવી રહ્યો છે કે ડોલરમાં ઘટાડાના કારણે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જો ઘરેલુ બજારની વાત કરીએ તો સોનુ દિવાળીના સમયે 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે ચાલી રહ્યું હતું. અને હવે તેમાં તેજી જોવા મળી છે. 

મંદીમાં આગ ઓકી રહ્યું છે સોનુ:
ડોલરમાં આવેલા ઘટાડાના કારણે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ફેડ આગળ પણ 0.25 ટકાના દર વ્યાજમાં વધારશે. તે સિવાય વિશેષજ્ઞોનું કહેવું છે કે પશ્વિમી દેશોમાં મંદીના કારણે પણ સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. કોટક સિક્યોરિટીઝના રવિન્દ્ર રાવનું કહેવું છે કે વર્ષ 1973થી યૂએસમાં 7માંથી 5 વખત મંદીના સમયે સોનાની કિંમતમાં ભારે તેજી જોવા મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news