Gold ખરીદવા માટે Golden Chance, કિંમતમાં આવ્યો ઘટાડો; જાણો શું છે આજના ભાવ
સોનામાં (Gold) રોકાણ કરવાની આ સુવર્ણ તક છે કેમ કે, સોનાના ભાવમાં તાજેતરમાં ભારે ઘટાડો નોંધાયો છે. જે લોકો જ્વેલેરી ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓ 50 હજારથી ઓછામાં 10 ગ્રામ સોનું ખરીદી શકે છે
Trending Photos
નવી દિલ્હી: સોનામાં (Gold) રોકાણ કરવાની આ સુવર્ણ તક છે કેમ કે, સોનાના ભાવમાં તાજેતરમાં ભારે ઘટાડો નોંધાયો છે. જે લોકો જ્વેલેરી ખરીદવાનું વિચારી રહ્યા છે તેઓ 50 હજારથી ઓછામાં 10 ગ્રામ સોનું ખરીદી શકે છે. તાજેતરમાં 10 ગ્રામ સોનાનો ભાવ 50 હજારથી નીચે છે. રાજધાની દિલ્હીના સર્રાફા બજારમાં 49,125 રૂપિયા પ્રતિ 10 ગામ સોનું ખરીદી કરી શકો છો. આ પહેલા રાજધાનીમાં સોનાનો ભાવ 48,550 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.
દુકાનદારોની ચાંદી
સોનાના ભાવમાં ઘટાડાના કારણે દુકાનદારોની ચાંદી થઈ ગઈ છે. જાણકારી અનુસાર, હવે ખરીદારોની સંખ્યામાં 10 થી 20 ટકાનો વધારો જોવા મળી શકે છે. તાજેતરમાં ગ્રાહકો ખાસ જ્વેલેરી ઓર્ડર કરી રહ્યા છે. હાલમાં જ સોનાના ભાવ રાજધાનીમાં 48,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો પરંતુ ગુરૂવારના તેના ભાવમાં 575 રૂપિયાનો વધારો નોંધાયો છે. વધારા છતાં સોનાના ભાવ 50 હજાર રૂપિયાથી ઓછો નોંધાયો છે. 21 જાન્યુઆરીના સોનાના ભાવ 49,125 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. જો કે, મકર સંક્રાંતિ બાદથી મેરેજ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, તેથી હવે તેની માંગમાં ઘણો વધારો થયો છે. ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 1,870.50 ડોલર પ્રતિ ઔંસ છે જ્યારે ચાંદી તેજી સાથે 25.83 ડોલર પ્રતિ ઔંસ છે.
જાણો દિલ્હી-મુંબઇમાં સોનાના ભાવ
તમને જણાવી દઇએ કે, ત્રણ ચાર માસ સુધી સોનાના ભાવમાં સતત વધારો થશે. જાણકારોનું માનીએ તો હાલ સોનું ખરીદવા માટે સારી તક છે. કેમ કે, હવે આવનારા દિવસોમાં તેની કિંમતમાં સતત વધારો થશે. 22 જાન્યુઆરીના એમસીએકસમાં ગોલ્ડ ફ્યૂચરના ભાવમાં 18 ટકાનો ઘટાડો અને તેની સાથે 88 રૂપિયા ઘટી 49,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનું નોંધાયું છે. જ્યારે ચાંદીમાં 77 ટકાના ઘટાડા સાથે પ્રતિ કિલો ચાંદીનો ભાવ 66,784 રૂપિયા છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 48,410 રૂપિયા અને મુંબઇમાં 48,610 રૂપિયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે