આજથી બદલાઈ રહ્યાં છે સોનાના ખરીદ-વેચાણના નિયમ, નહીં માનો તો થઈ શકે છે જેલ, જાણો વિગતો
સોનાના દાગીનાના વેચાણ માટેના નિયમો બદલાઈ રહ્યાં છે. હવે સોનાના દાગીના પર હોલમાર્કનું નિશાન જરૂરી બની રહ્યું છે. હવે તમે પહેલાની જેમ સોનાના દાગીના ખરીદી શકશો નહીં. કેન્દ્ર સરકાર તરફથી સોનાના દાગીના પર હોલમાર્કિંગ જરૂરી કરવાની પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ જશે.
Trending Photos
નવી દિલ્હી: સોનાના દાગીનાના વેચાણ માટેના નિયમો બદલાઈ રહ્યાં છે. હવે સોનાના દાગીના પર હોલમાર્કનું નિશાન જરૂરી બની રહ્યું છે. હવે તમે પહેલાની જેમ સોનાના દાગીના ખરીદી શકશો નહીં. કેન્દ્ર સરકાર તરફથી સોનાના દાગીના પર હોલમાર્કિંગ જરૂરી કરવાની પ્રક્રિયા બુધવાર એટલે કે આજથી શરૂ થઈ જશે. એક વર્ષ બાદ 15 જાન્યુઆરી 2021થી આ કાયદો લાગુ થઈ જશે. કાયદો લાગુ થયા બાદ હોલમાર્ક વગરના દાગીના વેચવા બદલ આભૂષણ વેચતા વેપારીઓએ ભારે ભરખમ દંડ ભરવો પડી શકે છે. ગંભીર કેસોમાં તેમને જેલ પણ થઈ શકે છે.
'અમે બેઠા છીએ' એવું હવે નહીં ચાલે
કેન્દ્ર સરકારને છેલ્લા કેટલાક વર્ષોથી આભૂષણોમાં સોનાની ક્વોલિટીને લઈને ફરિયાદો મળી રહી છે. ગ્રાહક જ્યારે પણ ક્વોલિટીની વાત કરૈ છે તો દુકાનદાર અમે બેઠા છીએ બોલીને તેના સવાલ ટાળે છે. જ્યારે ગ્રાહક કોઈ બીજી દુકાન પર આ આભૂષણને લઈને જાય છે તો સોનાની ગુણવત્તા ખબર પડે છે. પરંતુ સરકારે હવે નિર્ણય લીધો છે કે કોઈ પણ આભૂષણ હોલમાર્ક વગર વેચી શકાશે નહીં. એકવાર ક્વોલિટીની જાણ થયા બાદ ગ્રાહકો પાસેથી વધુ પૈસા પડાવી શકશે નહીં. આ સાથે જ ગ્રાહક પણ આભૂષણને લઈને આશ્વસ્ત થશે.
બીઆઈએએસના ડીડીજી એચએસ પસરીચાએ જણાવ્યું કે સોનાના દાગીના પર બીએસઆઈનું હોલમાર્કિંગ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ શુદ્ધતાના સોનાના દાગીના પર કરવામાં આવશે. હોલમાર્કિંગમાં ચાર ચીજો સામેલ થશે. જેમાં બીઆઈએસનો માર્ક, શુદ્ધતા જેમ કે 22 કેરેટ તથા 916, અસેસિંગ સેન્ટરની ઓળખ, આભૂષણ વેપારીની ઓળખનું ચિન્હ સામેલ છે.
દંડ કે પછી જેલ
તેમણે જણાવ્યું કે 15 જાન્યુઆરી 2021થી હોલમાર્ક વગરના સોનાના દાગીના તથા આભૂષણ વેચવાની ફરિયાદ મળશે તો આભૂષણ વેપારીએ બીઆઈએસ કાયદા હેઠળ એક લાખ રૂપિયા સુધીનો દંડ કે પછી આભૂષણની કિંમતના પાંચ ઘણા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ સાથે એક વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. દંડ કે જેલનો નિર્ણય કોર્ટ કરશે.
આ VIDEO પણ ખાસ જુઓ...
15 જાન્યુઆરી 2021થી કાયદો થશે લાગુ
સોનાના દાગીનાઓ પર હોલમાર્કિંગ માટે દેશભરમાં જિલ્લા સ્તર પર એસેસિંગ સેન્ટર ખોલવામાં આવશે અને આભૂષણના વેપારીઓ માટે બીઆઈએસ પાસે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. હોલમાર્ક વગરના સોનાના દાગીના કે કલાકૃતિઓ વેચવા બદલ આભૂષણ વેચનારાઓએ ભારે દંડ ભરવો પડશે અને તેમને એક વર્ષની જેલ પણ થઈ શકે છે. જો કે આ કાયદો 15 જાન્યુઆરી 2021થી લાગુ થશે.
ઉલ્લેખનીય છે કે બીઆઈએસ (હોલમાર્કિંગ) વિનિયમ 2018ની અધિસૂચના 14 જૂન 2018ના રોજ બહાર પાડવામાં આવી હતી. ત્યારબાદ 31 ડિસેમ્બરે 2019 સુધીમાં દેશમાં 234 જિલ્લામાં 892 એસેસિંગ અને હોલમાર્કિંગ કેન્દ્ર ખુલી ચૂક્યા હતાં અને બીએસઆઈની સાથે અત્યાર સુધી 28849 આભૂષણ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે