મોદી સરકારનો મોટો નિર્ણય, હવે સોનું ખરીદી પહેલાં આટલું ચેક કરી લેજો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સોનાના તમામ આભૂષણો માટે હોલમાર્ક જરૂરી કરવા જઇ રહી છે. સરકારના નિર્ણય અનુસારા આગામી વર્ષથી સોનાના આભૂષણ હોલમાર્ક વિના વેચાશે નહી. આ સંબંધમાં 15 જાન્યુઆરી 2020થી પરિપત્ર જાહેર થશે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર રામવિલાસ પાસવાને શુક્રવારે જાહેરાત કરી છે.

મોદી સરકારનો મોટો નિર્ણય, હવે સોનું ખરીદી પહેલાં આટલું ચેક કરી લેજો

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સોનાના તમામ આભૂષણો માટે હોલમાર્ક જરૂરી કરવા જઇ રહી છે. સરકારના નિર્ણય અનુસારા આગામી વર્ષથી સોનાના આભૂષણ હોલમાર્ક વિના વેચાશે નહી. આ સંબંધમાં 15 જાન્યુઆરી 2020થી પરિપત્ર જાહેર થશે. કન્ઝ્યુમર અફેર્સ મિનિસ્ટર રામવિલાસ પાસવાને શુક્રવારે જાહેરાત કરી છે.

કેન્દ્રીય મંત્રીના અનુસાર આ દરમિયાન જ્વેલર્સને જૂના સોનાનો સ્ટોક ખતમ પણ કરવો પડશે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી 26019 જ્વેલર્સને હોલમાર્ક લઇ રાખ્યું છે, જ્યારે દેશભરમાં નાના-મોટા 6 જ્વેલર્સ છે. રામવિલાસ પાસવાને જાણકારી આપી હતી કે દેશના 234 જિલ્લાઓમાં બીઆઇએસ (BIS)ના હોલમાર્કિંગ 877 કેંદ્વ છે. મોટા શહેરોમાં હોલમાર્કિંગ કેન્દ્ર છે, પરંતુ નાના શહેરોમાં નથી. 

રામવિલાસ પાસવાને જણાવ્યું કે આ નિર્ણય ગ્રાહકો અને જ્વેલર્સના ફાયદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હોલમાર્ક લોકોને ભેળસેળથી બચાવે છે અને સુનિશ્વિત કરે છે કે ગ્રાહકોને હલકી ગુણવત્તાવાળા ખરીદવામાં છેતરપિંડી ન થાય. 

ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના રોજ 12 ઓક્ટોબર 2017 અને ભારતીય માનક બ્યૂરો (હોલમાર્કિંગ) વિનિયમ 2018ના રોજ 14 જૂન 2018 લાગૂ કરવામાં આવ્યો. બીએસઆઇ એપ્રિલ 2000થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news