Gold Price Today: સોનાના ભાવમાં થયા ફેરફાર, જાણી લો તમારા શહેરમાં શું છે આજનો ભાવ

Gold Price Today: સતત બે દિવસના ઘટાડા બાદ આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. જાણો તમારા શહેરમાં સોનાના ભાવ શું છે...

Gold Price Today: સોનાના ભાવમાં થયા ફેરફાર, જાણી લો તમારા શહેરમાં શું છે આજનો ભાવ

Gold Latest Price: બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં સતત બે દિવસના ઘટાડા પછી બુધવારે એટલે કે 29 માર્ચ, 2023ના રોજ, વધારો જોવા મળી રહ્યો છે. આજે ભારતમાં 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ ગઈકાલના રૂ. 54,200ની સામે રૂ. 54,700 છે અને 24 કેરેટ સોનાનો એ જ ભાવ આજે રૂ. 59,670 છે, જે ગઇકાલે રૂ. 59,450 હતો.

અહીં અમે કેટલાક શહેરોમાં ઉપલબ્ધ સોનાના ભાવ વિશે માહિતી આપી રહ્યા છીએ. આ કિંમતોમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. ધ્યાનમાં રાખો કે જ્યારે પણ તમે બજારમાં સોનું ખરીદો છો, ત્યારે તેના પર લાગતા TDS, GST અને અન્ય ટેક્સનો સમાવેશ થાય છે. ભારતભરના વિવિધ શહેરોમાં 22 કેરેટ સોના અને 24 કેરેટ સોનાના 10 ગ્રામ દીઠ દૈનિક સોનાનો દર અહીં આપેલ છે.

આ છે આ શહેરોમાં સોનાના ભાવ

શહેર 22K ગોલ્ડ રેટ 24K ગોલ્ડ રેટ
ચેન્નાઈ રૂ. 55,450 રૂ. 60,490
મુંબઈ રૂ. 54,700 રૂ. 59,670
દિલ્હી રૂ. 54,850 રૂ. 59,820
કોલકાતા રૂ. 54,700 રૂ. 59,670
બેંગલોર રૂ. 54,750 રૂ. 59,720
હૈદરાબાદ રૂ. 54,700 રૂ. 59,670
સુરત રૂ. 54,750 રૂ. 59,720
પુણે રૂ. 54,700 રૂ. 59,720
વિશાખાપટ્ટનમ રૂ. 54,700 રૂ. 59,670
અમદાવાદ રૂ. 54,750  રૂ. 59,720
લખનઉ રૂ. 54,850 રૂ. 59,820
નાસિક રૂ. 54,730 રૂ. 59,700

સ્થાનિક કિંમતો અહીં બતાવેલી કિંમતો કરતા અલગ હોઈ શકે છે. અહીં સૂચિબદ્ધ તમામ દરો TDS, GST અને અન્ય લાગુ કર વગર દર્શાવવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news