1 ઑક્ટોબરથી લઇ આવો માત્ર 60 રૂપિયામાં જ Godrejનું ફ્રિજ અથવા વોશિંગ મશીન 

ગોદરેજ એપ્લાયંસેજએ કંપનીની 60મી વર્ષગાંઠ પર ગ્રાહકો માટે આકર્ષક યોજનાઓ કરી શરૂ

1 ઑક્ટોબરથી લઇ આવો માત્ર 60 રૂપિયામાં જ Godrejનું ફ્રિજ અથવા વોશિંગ મશીન 

નવી દિલ્હી: ગોદરેજ એપ્લાયંસેજએ કંપનીની 60મી વર્ષગાંઠ પર ગ્રાહકો માટે આકર્ષક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ અંતર્ગત માત્ર 60 રૂપિયા આપીને કોઇ પણ પ્રિમિયમ એપ્લાયન્સ ગ્રાહક ફ્રિજ તેની પ્રોડક્ટ ધરે લઇ જઇ શકે છે. જ્યારે બાકીની રકમ તેને વગર વ્યાજે ઇએમઆઇ પર ચૂકવવાની રહેશે. એક મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ ‘સોચ કે બનાયા હૈ’ની થીમ પર આ યોજના શરૂ કરી છે. કંપનીએ ફેસ્ટિવલ સીઝનમાં 30 ટકા ગ્રોથ કરવાની આશા વ્યક્ત કરી છે. આ ઓફર 1 ઑક્ટોબરથી 15 નવેમ્બર 2018 સુધી રહેશે 

રેફ્રિજરેટરના 32 મોડલનોલ થાય છે સમાવેશ 
નવી ઓફર મુજબ કંપનીએ રેફ્રિજરેટરના 32 મોડલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારો વૌશિંગ મશીનમાં 10 નવા મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે, સાથે જ માઇક્રોવેવનો સમાવેશ થાય છે. ગ્રાહક આ વસ્તુઓ માત્ર 60 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકે છે. ગ્રાહકે માત્ર 60 રૂપિયાનું જ ડાઉન પેમેન્ટ કરવાનું રહેશે. કંપનીએ આ ઓફર અંતર્ગત મોટી સંખ્યામાં ફાઇનાન્સની સ્કીમો પણ શરૂ કરી છે, જેમાં ફ્રિજ વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન માત્ર 999 રૂપિયામાં ઘરે લઇ જઇ શકાય છે. જ્યારે ફ્રિઝર માટે 2499 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરવાનું રહેશે,

godrej

માઇક્રોવેવ સાથે મળશે ટ્રિયો બાઉલ ફ્રી 
કંપનીએ દરેક માઇક્રોવેવ ઓવનની ખરીદી પર 999 રૂપિયાના ટ્રિયો બાઉલ મફતમાં આપવાની જાહેરાત કરી છે. ગોદરેજના ઉત્પાકોની ખરીદી પર અન્ય ઓફર તકીકે ગ્રાહકને સલૂન આઉચર, મીલ વાઉચર તથા, હોલિડે પેકેજ પણ મળશે, કંપનીએ નામચીન કંપનીઓની બ્રાંડ એમેઝોન, પૈંટાલૂન, લાઇફસ્ટાઇલ, તનિષ્ક જેવી અન્ય કંપની સાથે આ યોજના અંતર્ગત કરાર પણ કરી લીધા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news