હવે મુસાફરીમાં કોરોનાનો ભય નહીં, પ્રાઇવેટ ઝોન બનાવી માણો હવાઇ યાત્રાનો આનંદ

કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ બાદથી નુકસાન ઉઠાવી રહેલી ખાનગી એરલાઇન્સ કંપનીઓ હવે પોતાને નુકસાનમાંથી બહાર લાવવા માટે નવી નવી સ્કીમો લોન્ચ કરી રહી છે. ગો એર (GoAir)એ પણ મુસાફરોને આકર્ષિત કરવા માટે ગો મોર યોજના જાહેર કરી છે. આ યોજનામાં કોઇ યાત્રી એકજ પીએનઆર નંબરથી ઘણી બધી સીટો બુક કરાવી પ્રાઇવેટ ઝોન બનાવી શકે છે.
હવે મુસાફરીમાં કોરોનાનો ભય નહીં, પ્રાઇવેટ ઝોન બનાવી માણો હવાઇ યાત્રાનો આનંદ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ બાદથી નુકસાન ઉઠાવી રહેલી ખાનગી એરલાઇન્સ કંપનીઓ હવે પોતાને નુકસાનમાંથી બહાર લાવવા માટે નવી નવી સ્કીમો લોન્ચ કરી રહી છે. ગો એર (GoAir)એ પણ મુસાફરોને આકર્ષિત કરવા માટે ગો મોર યોજના જાહેર કરી છે. આ યોજનામાં કોઇ યાત્રી એકજ પીએનઆર નંબરથી ઘણી બધી સીટો બુક કરાવી પ્રાઇવેટ ઝોન બનાવી શકે છે.

મળતી માહિતી મુજબ, આ યોજનામાં એક મુસાફર એક કરતા વધારે સીટ અથવા સીટોની હરોળ બુક કરાવી શકે છે. તે કર્યા બાદ આ સીટ તે પેસેન્જરના ખાનગી ઝોનમાં રૂપાંતરિત કરવામાં આવશે અને તે તમામ યાત્રી ગ્રુપ તરીકે મુસાફરી કરી શકશે. અગાઉ ગો એરએ ક્વોરેન્ટાઇન પેકેજ યોજનાની જાહેર કરી હતી.

આ સ્કીમમાં યાત્રી ગો એર દ્વારા કોચ્ચિ, કન્નૂર, બેંગલુરુ, દિલ્હી અથવા અમદાવાદમાં બજટ અથવા ઉચ્ચ શ્રેણીની હોટલોમાં રૂમ પણ બુક કરાવી શકે છે. સારી સુવિધાવાળા આ રૂમનું બુકિંગ 1400 રૂપિયાથી શરૂ છે.

જો કોઇ યાત્રીના સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલી છે અને તે બાજુની સીટને બુક કરાવી ખાલી રાખવા માગે છે તો તે તેના પીએનઆર નંબરથી તેનું બુકિંગ પણ કરાવી શકે છે.

ગો એરએ માત્ર 99 રૂપિયામાં ઓનલાઇન ડોક્ટર કન્સલ્ટેશનની સ્કીમ પણ શરૂ કરી છે. આ સ્કીમ અંતર્ગત MFine સંસ્થાની સાથે ટાઇઅપ કરવામાં આવ્યું છે. આ સ્કીમમાં માત્ર 99 રૂપિયા ફી ચુકવવા પર દેશભરના 500 હોસ્પિટલની લગભગ 3 હજાર નિષ્ણાંત ડોક્ટરો પાસેથી ઓનલાઇન સલાહ લઇ શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news