શેરબજારમાં કમાણી કરવાની સારી તક, 17 નવેમ્બરે ખુલશે GO Fashionનો IPO, જાણો તમામ વિગત

મહિલાઓના વસ્ત્રો બનાવતી કંપની GO FASHION INDIA LIMITEDનો IPO 17 નવેમ્બરે ખુલવા જઈ રહ્યો છે. એવામાં આ IPO વિશે સંપૂર્ણ જાણકારી મેળવો અને જાણો કેટલા રૂપિયા લગાડીને આ IPOમાં રોકાણ કરી શકાય.
 

શેરબજારમાં કમાણી કરવાની સારી તક, 17 નવેમ્બરે ખુલશે GO Fashionનો IPO, જાણો તમામ વિગત

નવી દિલ્હીઃ આગામી દિવસોમાં રોકાણકારો માટે ઉત્તમ તક સામે આવી રહી છે. મહિલાઓના વસ્ત્રો બનાવતી કંપની GO FASHION INDIA LIMITEDનો IPO 17 નવેમ્બરે ખુલવા જઈ રહ્યો છે. એવામાં આ IPO વિશે સંપૂર્ણ જાણકારી મેળવો અને જાણો કેટલા રૂપિયા લગાડીને આ IPOમાં રોકાણ કરી શકાય.

690 રૂપિયાનો એક શેર
GO FASHION મહિલાઓ માટે GO COLOUR નામથી બોટમવિયર વસ્ત્રો બનાવે છે. કંપનીએ પોતાના 800 કરોડ રૂપિયાના IPO માટે પ્રતિ શેરની કિંમત 655 રૂપિયાથી 690 રૂપિયા રાખી છે.  આ IPOમાં કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 125 કરોડ રૂપિયાના નવા શેર જાહેર કરશે.

જૂના રોકાણકારો પણ ભાગીદારી વેચશે
આ સાથે GO FASHIONના ભાગીદાર પીકેએસ ફેમિલી ટ્રસ્ટ 7,45,676 અને વીકેએસ ફેમિલી ટ્રસ્ટ પણ  7,45,676, સિકોઈયા કેપિટલ ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ 74,98,875, ઈન્ડિયા એડવાન્ટેજ ફંડ એસ4આઈ 33,11,478 અને ડાયનામિક ઈન્ડિયા ફંડ એસ4યુએસઆઈ 5,76,684 શેર્સને ઓફર ફોર સેલ(OFS) માટે રાખશે.

બસ આટલા રૂપિયા લગાવી કરી શકશો રોકાણ
GO Fashionના IPOમાં રોકાણ કરવા માટે ઓછામાં ઓછા 21 શેર ખરીદવા પડે. ત્યારબાદ 21 શેરમાં જ રોકાણની માત્રા વધારી શકાય છે. 690 રૂપિયાના હિસાબથી ઓછામાં ઓછા 14,490 રૂપિયાની ચૂકવણી કરીને IPOનો એક જથ્થો ખરીદી શકાય છે.

એંકર રોકાણકારો માટે 16 નવેમ્બરે ખુલશે IPO
GO Fashionના IPOમાં એંકર રોકાણકારો 16 નવેમ્બરે જ રોકાણ કરી શકશે. સામાન્ય નાગરિકો માટે IPO 17 નવેમ્બરે IPO ખુલશે. GO Fashionનો IPO 22 નવેમ્બરે બંધ થશે. ત્યારબાદ શેર્સનું એલોર્ટમેન્ટ 25 નવેમ્બરે થશે અને 30 નવેમ્બર સુધી કંપનીના શેર્સ બજારમાં લિસ્ટેડ થવાની શક્યતા છે.

કોના માટે કેટલા શેર?
GO Fashionના IPOમાં ઓછામાં ઓછા 75 ટકા હિસ્સો ઈન્સ્ટિટ્યૂશનલ રોકાણકારો, 15 ટકા નોન ઈન્સિટટ્યૂશનલ રોકાણકારો અને 10 ટકા રિટેઈલ રોકાણકારો માટે રાખવામાં આવ્યો છે. IPOથી આવનારા રૂપિયાનો ઉપયોગ કંપની દેશભરમાં 120 નવા બ્રાન્ડ આઉટલેટ ખોલવામાં કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news