સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટીક ટેકનોલોજી સમિટનું ઉદઘાટન

 વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટીક ટેકનોલોજીઝ અંગે સમિટનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેનુ ઉદઘાટન કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે કરવામાં આવ્યું હતું. 

સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટીક ટેકનોલોજી સમિટનું ઉદઘાટન

અમદાવાદ : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટીક ટેકનોલોજીઝ અંગે સમિટનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેનુ ઉદઘાટન કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરના હસ્તે કરવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આ 18 થી 20 દરમિયાન યોજનાર છે ત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ફ્યુચરિસ્ટીક ટેકનોલોજી એક્ઝીબિશન, સ્પેસ એક્ઝીબિશન અને ઇન્ટરનેશનલ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં ઓગ્યુમેન્ટેડ રિયાલિટી, રોબોટિક્સ વગેરે વિશે લોકોને જાણકારી આપવામા આવશે. સાથે સાથે ભારતે સ્પેસ ક્ષેત્રે પણ નામના મેળવી છે, ત્યારે સ્પેસ એક્ઝિબિશન પણ લોકો માટે ખુલ્લુ મુકાશે. એક્ઝિબિશનની સાથે સાથે સ્ટીમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ યોજાવાની છે. 

આ પ્રસંગે પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, આજે દુનિયામાં ગણિત વિજ્ઞાન એને ટેકનોલોજીની ચર્ચા છે. કોઇ દેશ કયા પ્રકારના ઇનોવેશન કરે છે તેના પર તેની ઓળખ રહી છે. મોદીજીએ સુત્ર આપ્યું છે જે અનુસંધાન જે દેશ નવી શોધ કરશે. એ દેશ જ દુનિયામાં આગળ વધશે. વિજ્ઞાન અને ગણિતને કંઇ રીતે સમજાવવું એ મહત્વનું છે. મનોરંજક રીતે ગણિતને ભણાવી શકાય છે. જેમાં સૌથી મોટી ભૂમિકા પ્રાથમિક શિક્ષકોની છે. ઘણા શિક્ષકો શિક્ષણ માટેના નવા નુસ્ખા શોધી લે છે. સાયન્સ ટેકનોલોજી એન્જિયરિંગ અને મેથ્સનું આવનારા દિવસોમાં ખૂબ મહત્વ છે.

તેમણે કહ્યું કે, આજની રાઉન્ડ ટેબલ મા દુનિયાના અનેક તજજ્ઞોએ ભાગ લીધો છે. શોધ પછી ઉદ્યોગ શરૂ કરવા માટે કોઇ જગ્યા જોઇએ તો તે સરકાર ઉપલબ્ધ કરાવશે. શોધની નવી પ્રક્રિયા આ દેશમાં શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા શોધ કર્તાઓને ફ્લોશીપ આપવામાં આવે છે. આગામી દિવસોમાં સંશોધનનો ખર્ચ વધશે. સંશોધન માટે પ્રધાનમંત્રી ફેલોશીપ અંતર્ગત દર મહિને 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. નાના બાળકોમાં શોધ વૃત્તિ પેદા કરવાનું બહુ જ જરૂરી છે. બાળકો વિજ્ઞાન સમજે એના માટે નાની વસ્તુઓ અને સારા પ્રાથમિક શિક્ષકોનું કામ છે. IIT આસપાસના નાના ગામોના સ્કૂલને મેન્ટર કરશે. નવા રિસર્ચ થશે. તો બીજી તરફ, હોસ્ટેલમાંથી પણ start up કરી શકે તે માટે અનુમતિ આપવામાં આવી છે. Research માટે scholorship આપશે તેનો ખર્ચ ભવિષ્યમાં વધવાનો છે.

આ કાર્યક્રમમાં દેશભરની વિવિધ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સ વચ્ચે એમઓયુ થયા હતા. જે અંતર્ગત વિવિધ યુનિવર્સિટી, એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ પોતાના શિક્ષણ અને ટેકનોલોજીનુ આદાનપ્રદાન કરશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news