Reason of Resignation: જાણો કેમ કર્મચારીઓ બદલે છે નોકરી, આ સર્વેમાં થયો આ ખુલાસો
New Job: ધ ગ્રેટ રેઝિગ્નેશન સર્વે 2022 નું માનીએ તો 10 માંથી 4 કર્મચારી સેલેરી વધારા બાદ તેમની હાલની સંસ્થામાંથી રાજીનામું આપવા માંગે છે. આ લોકો પગારમાં વધારો ઓછો મળવાથી નિરાશ છે.
Trending Photos
Why do people want to leave their job: કોરોના કાળમાં ઘણા લોકોને નોકરીથી હાથ ગુમાવવો પડ્યો હતો. ઘણા લોકોએ સારા કરિયર ઓપ્શન માટે જાતે નોકરી છોડી દીધી. તેમાંથી કેટલાક તો એવા રહ્યા જે નોકરી છોડી પોતાનો બિઝનેસ શરૂ કરવામાં રસ દાખવે છે. આવો જ નોકરીયાત લોકોનો એક સર્વે કરવામાં આવ્યો છે ધ ગ્રેટ રેઝિગ્નેશન સર્વે. આ રિપોર્ટનું માનીએ તો 10 માંથી 4 કર્મચારી પગાર વધાર બાદ તેમની હાલની સંસ્થામાંથી રાજીનામુ આપવા માંગે છે. ધ ગ્રેટ રેઝિગ્નેશન સર્વે 2022 માં ઘણા સેક્ટર્સના 500 છી વધુ ઓર્ગેનાઈઝેશન્સને સામેલ કરવામાં આવ્યા હતા.
શું કહે છે આંકડા?
આ રિપોર્ટનું માનીએ તો સર્વિસ સેક્ટરમાં કામ કરતા 37 ટકા કર્મચારી ઇન્ક્રીમેન્ટ મેળવ્યા બાદ નોકરી બદલવા ઇચ્છે છે. આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ સેક્ટરના 31 ટકા અને IT સેક્ટર સાથે જોડાયેલા 27 ટકા લોકો પગારમાં ઇન્ક્રીમેન્ટ મેળવ્યા બાદ નોકરી બદલવા માંગે છે.
આ કારણથી લોકો છોડે છે નોકરી
આ સર્વેમાં સામેલ 15 ટકા કર્મચારી તેમની નોકરી રિપોર્ટિંગ મેનેજરના કારણે છોડે છે. આ ઉપરાંત 54.8 ટકા લોકો ઓછા પગાર વધારાના કારણથી, 41.4 ટકા કર્મચારી વર્ક લાઈફ બેલેન્સ માટે, 33.3 ટકા કર્મચારી કરિયર ગ્રોથના અભાવને કારણે અને 28.1 ટકા કર્મચારી તેમની ઓળખ ન બનાવી શકવાને કારણે તેમની વર્તમાન નોકરી છોડવા માંગે છે.
લોકોમાં એન્ટરપ્રેન્યોર બનવાનો ખુમાર
રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના વર્કર જલ્દી જ એન્ટરપ્રેન્યોર બનવા માંગે છે. આ લોકમાં કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું છે કે દર ત્રીજો કર્મચારી 40 ટકા અને તેનાથી વધારે સેલેરી ઇન્ક્રીમેન્ટ ઇચ્છે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે