આજથી પેટ્રોલ પંપ મળશે આ જરૂરી સુવિધા, ટોલ પ્લાઝાની લાંબી લાઇનોમાં ઉભા નહી રહેવું પડે
દેશભરમા 800 પેટ્રોલ પંપ પર સોમવારથી ફાસ્ટ ટેગ બારકોડ ઉપલબ્ધ હશે. માર્ચ સુધી દેશના બધા નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગ બારકોડ ફરજિયાત કરવામાં આવશે. આગામી 6 મહિનામાં દેશભરમાં 25 હજાર પેટ્રોલ પંપ પર અથવા બારકોડ ખરીદવામાં આવી શકે છે. સોમવારે માર્ગ પરિવહન મંત્રાલય અને ઓઈલ કંપની વચ્ચે કરાર થશે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમા 800 પેટ્રોલ પંપ પર સોમવારથી ફાસ્ટ ટેગ બારકોડ ઉપલબ્ધ હશે. માર્ચ સુધી દેશના બધા નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગ બારકોડ ફરજિયાત કરવામાં આવશે. આગામી 6 મહિનામાં દેશભરમાં 25 હજાર પેટ્રોલ પંપ પર અથવા બારકોડ ખરીદવામાં આવી શકે છે. સોમવારે માર્ગ પરિવહન મંત્રાલય અને ઓઈલ કંપની વચ્ચે કરાર થશે.
શું છે ફાસ્ટ ટેગ બારકોડ?
ફાસ્ટ ટેગ બારકોડનો ઉદ્દેશ્ય ટોલ પ્લાઝા પર લાગનાર લાંબી-લાંબી લાઇનોને ખતમ કરવાનો છે. ફાસ્ટટેગ એક પ્રકારનું બારકોડ સ્ટીકર છે, જે વાહનમાં લગાવવામાં આવે છે. આ કોડ પેટીએમ અથવા બેંક એકાઉન્ટ સાથે લીંક હોય છે.
બારકોડ લાગેલા વાહન જ્યારે પણ ટોલ પ્લાઝા પરથી પસાર થશે તો તેમને કેશ આપવી નહી પડે, પરંતુ ટોલ ગેટના એન્ટ્રી પોઈન્ટની નજીક પહોંચતા જ ગેટ પર સેન્સર ફાસ્ટ ટેગ બારકોડને સ્કેન કરી લેશે અને પેમેન્ટ થઇ જશે. ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગ બારકોડ વાહનો માટે અલગ લેન હશે. જો કોઇ ફાસ્ટ ટેગ વિનાનું વાહન ત્યાંથી એન્ટ્રી કરે છે તો તેના પર દંડ પર ફટકારવામાં આવી શકે છે.
અત્યારે શું છે સ્થિતિ?
દેશભરમાં માર્ગ પરિવહન મંત્રાલય અને એનએચએઆઇના 479 ટોલ પ્લાઝા છે. લગભગ 43 લાખ વાહન દરરોજ આ ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે. તેમાં લગભગ 425 ટોલમાં ફાસ્ટ ટેગ લેન ઉપલબ્ધ છે, જ્યારે બાકીના 54 ટોલમાં માર્ચ સુધી આ સેવા શરૂ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. આ સાથે જ બે એપ પણ લોંચ કરવામાં આવી રહી છે, જે ફાસ્ટ ટેગને સુવિધાજનક બનાવવામાં મદદ કરશે.
એક કાર શો રૂમના કસ્ટમર કેરના મેનેજર તથા ફાસ્ટ ટેગ ઈન્ચાર્જે જણાવ્યું હતું કે શો રૂમ પર આવીને ફાસ્ટ ટેગ લેવા માટે આધાર કાર્ડ, વોટર આઇડી કાર્ડ, પાન કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઈસન્સ અથવા પાસપોર્ટ આઈડી તરીકે અને નક્કી ચાર્જ 600 રૂપિયા ચૂકવવો પડશે. તેમાં બે આઈડી ફરજિયાત છે. તેમાંથી એક એડ્રેસ અને એક આઇડી પ્રૂફ ગણવામાં આવશે. આ ઉપરાંત પાસપોર્ટ સાઇઝનો ફોટો આરટીઓમાં થયેલ રજિસ્ટ્રેશન નંબર નવી ગાડીનો ચેસિસ નંબર અને એન્જીન નંબરની જરૂર પડશે. શો રૂમ પર એક ફોર્મ ભરવું પડશે. તેને ભરતાં જ સંબંધિત કાર માલિકના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી જનરેટ થશે. ઓટીપી ભરતાં જ એક્ટિવ થઇ જશે. બે બેંક પાસે પણ ફાસ્ટ ટેગની ફ્રેંચાઇઝી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે