તમારા બેંક ખાતામાં ભલે એક રૂપિયો પણ ના હોય...છતાં તમને મળશે 10 હજાર રૂપિયા, જાણો કેવી રીતે

. જો તમે હજુ સુધી પ્રધાનમંત્રી જન-ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana) હેઠળ એકાઉન્ટ ન ખોલાવ્યું હોય તો અત્યારે જ ખોલાવી લો. 

તમારા બેંક ખાતામાં ભલે એક રૂપિયો પણ ના હોય...છતાં તમને મળશે 10 હજાર રૂપિયા, જાણો કેવી રીતે

નવી દિલ્હી:  જો તમારા ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમે 10 હજાર રૂપિયા સુધીની રકમ ઉપાડી શકો છો. આ માટે તમારું જન-ધન એકાઉન્ટ હોવું જરૂરી છે. જો તમે હજુ સુધી પ્રધાનમંત્રી જન-ધન યોજના (Pradhan Mantri Jan Dhan Yojana) હેઠળ એકાઉન્ટ ન ખોલાવ્યું હોય તો અત્યારે જ ખોલાવી લો. પ્રધાનમંત્રી જન ધન યોજના ( Pradhan Mantri Jan Dhan Yojna) હેઠળ ઝીરો બેલેન્સ પર ખાતું ખુલે છે. હાલ આ બેન્ક ખાતાઓની સંખ્યા 43 કરોડને પાર ગઈ છે. PMJDY હેઠળ ખોલાવવામાં આવેલા ખાતાઓમાં ખાતાધારકોને વીમા સહિત અનેક સગવડ મળે છે. 

આ રીતે મળશે 10 હજાર રૂપિયા
પ્રધાનમંત્રી જનધન યોજના ( Pradhan Mantri Jan Dhan Yojna) હેઠળ તમારા એકાઉન્ટમાં બેલેન્સ ન હોવા છતાં 10,000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. આ સુવિધા ઓછા સમય માટે લોન જેવી છે. પહેલા આ રકમ 5 હજાર રૂપિયાની હતી. સરકારે હવે તેને વધારીને 10 હજાર રૂપિયા કરી છે. આ એકાઉન્ટમાં ઓવરડ્રાફ્ટની સુવિધા માટે વધુમાં વધુ ઉંમર મર્યાદા 65 વર્ષ છે. ઓવરડ્રાફ્ટની સુવિધાનો ફાયદો ઉઠાવવા માટે તમારું જનધન એકાઉન્ટ ઓછામાં ઓછું 6 મહિના જૂનું હોવું જરૂરી છે. જો આમ નહીં હોય તો ફક્ત 2 હજાર રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા મળે છે.

2014માં શરૂ થઈ હતી યોજના
અત્રે જણાવવાનું કે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 2014માં સ્વતંત્રતા દિવસના અવસરે જન ધન યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. તે જ વર્ષે 26 ઓગસ્ટના રોજ આ યોજના શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ અત્યાર સુધીમાં 43 કરોડથી વધુ જન ધન ખાતાઓની સંખ્યા થઈ છે.  સરકારે 2018માં વધુ સગવડો તથા ફાયદા સાથે આ યોજનાની બીજી શ્રેણી શરૂ કરી હતી. 

મળે છે અનેક સગવડ
- જનધન ખાતા યોજના હેઠળ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકનું પણ ખાતું ખોલાવી શકાય છે.
- આ યોજના હેઠળ ખાતું ખોલાવો તો તમને રૂપે એટીએમ કાર્ડ, 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો, 30 હજાર રૂપિયાનું લાઈફ કવર, અને જમા રકમ પર વ્યાજ મળે છે. 
- તમને આ ખાતા ખોલાવવા પર 10 હજાર રૂપિયાના ઓવરડ્રાફ્ટની પણ સગવડ મળે છે.
- આ એકાઉન્ટ કોઈ પણ બેન્કમાં ખોલાવી શકાય છે. 
- આ એકાઉન્ટમાં તમારે મિનિમમ બેલેન્સ જાળવવું પડતું નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news