EPFO: 73 લાખ પેન્શનરો માટે મોટા સમાચાર, ટૂંક સમયમાં સરકાર ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પોતાની 29 અને 30 જુલાઈએ યોજનારી બેઠકમાં કેન્દ્રીય પેન્શન વિતરણ સિસ્ટમની સ્થાપનાના પ્રસ્તાવ પર વિચાર બાદ તેને મંજૂરી આપશે. 

EPFO: 73 લાખ પેન્શનરો માટે મોટા સમાચાર, ટૂંક સમયમાં સરકાર ખાતામાં પૈસા ટ્રાન્સફર કરશે

નવી દિલ્હીઃ 73 લાખ પેન્શનર્સ માટે ખુબ સારા સમાચાર છે. સરકાર તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની તૈયારી કરી રહી છે. હકીકતમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન પોતાની 29 અને 30 જુલાઈએ યોજાનારી બેઠકમાં કેન્દ્રીય પેન્શન વિતરણ સિસ્ટમની સ્થાપનાના પ્રસ્તાવ પર વિચાર કર્યા બાદ તેને મંજૂરી આપશે. આ સિસ્ટમની સ્થાપનાથી દેશભરમાં 73 લાખ પેન્શનર્સના ખાતામાં પેન્શન એકવારમાં એક સાથે ટ્રાન્સફર કરી શકાશે. 

વર્તમાનમાં શું છે નિયમ?
વર્તમાનમાં ઈપીએફઓના 138 પ્રાદેશિક કાર્યાલય પોતાના ક્ષેત્રના લાભાર્થીઓના ખાતામાં પેન્શન જમા કરે છે. તેવામાં પેન્શનભોગીઓને પેન્શન અલગ-અલગ દિવસ અને સમય પર મળે છે. એક સૂત્રએ પીટીઆઈ-ભાષાને કહ્યું કે ઈપીએફઓના નિર્ણય લેનાર સર્વોચ્ચ સંસ્થા કેન્દ્રીય ટ્રસ્ટી મંડળ (CBT) ની 29 અને 30 જુલાઈએ યોજાનારી બેઠકમાં કેન્દ્રીય પેન્શન વિતરણ સિસ્ટમની રચનાનો પ્રસ્તાવ રાખવામાં આવશે. 

સૂત્રએ કહ્યું કે આ સિસ્ટમની સ્થાપના બાદ પેન્શન વિતરણ 138 પ્રાદેશિક કાર્યાલયના ડેટાબેસના આધાર પર કરવામાં આવશે. તેનાથી 73 લાખ પેન્શનભોગીઓને એક સાથે પેન્શન આપી શકાશે. સૂત્રએ જણાવ્યું કે તમામ પ્રાદેશિક કાર્યાલય પોતાના ક્ષેત્રના પેન્શનર્સની જરૂરીયાતોને અલગ-અલગ જુએ છે. તેનાથી પેન્શનર્સને અલગ-અલગ દિવસે પેન્શનની ચુકવણી થાય છે. 

શું છે પ્લાન?
સીબીટીની 20 સપ્ટેમ્બર 2021ના થયેલી 229મી બેઠકમાં સંસ્થાએ સી-ડીએસી દ્વારા કેન્દ્રીયકૃત આઈટી આધારિત સિસ્ટમના વિકાસના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. શ્રમ મંત્રાલયે બેઠક બાદ નિવેદનમાં કહ્યું હતું કે ત્યારબાદ પ્રાદેશિક કાર્યાલયોની વિગતને તબક્કાવાર રીતે કેન્દ્રીય ડેટાબેસમાં સ્થાણાંતરિત કરવામાં આવશે. આનાથી સેવાઓના સંચાલન અને વિતરણમાં સરળતા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news