ઇન્ડિગોના પ્લેનમાં પડી તિરાડ, માંડમાંડ બચ્યા 178 પ્રવાસીઓના જીવ

ટેક ઓફ પછી થોડીવારમાં જ ફ્લાઇટે ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું

ઇન્ડિગોના પ્લેનમાં પડી તિરાડ, માંડમાંડ બચ્યા 178 પ્રવાસીઓના જીવ

નવી દિલ્હી : કોલકાતાથી બેંગ્લુરુ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. રવિવારે કોલકાતાના બેંગ્લુરુ જઈ રહેલી ફ્લાઇટ 6E345ની વિન્ડશિલ્ડમાં તિરાડ પડવાથી ટેક ઓફ પછી તરત જ પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આપેલી માહિતી પ્રમાણે ફ્લાઇટમાં 178 પ્રવાસીઓ સવાર હતા અને ઇમરજન્સી લેન્ડિંગ પછી કોઈને નુકસાન નથી થયું. મળતી માહિતી પ્રમાણે ટેક ઓફની માત્ર 15 મિનિટ અંદર જ એને નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારીએ માહિતી આપી છે કે 178 પ્રવાસીઓ અને ક્રુના સભ્યોને લઈને ઇન્ડિયોની ફ્લાઇટ 6E345 કોલકાતાથી બેંગ્લુરુ જઈ રહી હતી. આ ફ્લાઇટે રવિવારે ટેકઓફની પંદર જ મિનિટમાં ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું કારણ કે એની વિન્ડશિલ્ડમાં તિરાડ આવી ગઈ હતી. ઇન્ડિગોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે સવારે ખરાબ વાતાવરણને કારણે પ્લેનને કોલકાતા પરત ફરવું પડ્યું હતું.

— ANI (@ANI) June 24, 2018

ઇન્ડિગોએ આપેલી માહિતી પ્રમાણે કોલકાતામાં સવારે હવામાન ખરાબ હોવાના કારણે વિમાનની વિન્ડશીલ્ડની બહારની સપાટીને સામાન્ય નુકસાન થયું હતું. સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ નિયમોનું પાલન કરીને પાઇલટે ફ્લાઇટને પરત લઈ લીધી હતી અને તપાસ માટે કોલકાતા એરપોર્ટ પર લેન્ડિંગ કર્યું હતું. ઇન્ડિ્ગોના પ્રવક્તાએ કહ્યું હતું કે પ્રવાસીઓ માટે અલગ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news