3 રૂપિયાનો ટબુકડો શેર હવે 330000 રૂપિયાને પાર પહોંચ્યો, 5 જ દિવસમાં 58000 રૂપિયા ચડ્યો ભાવ
Stock Market News: શેરમાં ગજબની તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર શુક્રવારે બીએસઈમાં લગભગ 5 ટકાની તેજી સાથે 332399.95 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર 28 ઓક્ટોબર 2024 સુધી 3.53 રૂપિયાની પ્રાઈઝ રેન્જમાં હતા.
Trending Photos
10 દિવસ પહેલા સુધી સાવ ટબુકડો શેર રહી ચૂકેલો એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ હવે એવો દોડી રહ્યો છે કે અટકવાનું નામ નથી લેતો. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સના શેરમાં ગજબની તેજી જોવા મળી રહી છે. કંપનીના શેર શુક્રવારે બીએસઈમાં લગભગ 5 ટકાની તેજી સાથે 3,32,399.95 રૂપિયા પર પહોંચી ગયા છે. કંપનીના શેર 28 ઓક્ટોબર 2024 સુધી 3.53 રૂપિયાની પ્રાઈઝ રેન્જમાં હતા. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સના શેર 29 ઓક્ટોબરના રોજ અચાનક 3.53 રૂપિયાથી વધીને 2,36,250 રૂપિયા પર પહોંચી ગયા. અચાનક આવેલી આ તેજી બાદથી કંપનીના શેર સતત ચર્ચામાં છે.
5 દિવસમાં 58000 રૂપિયા કરતા વધુ ચડ્યા
એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સના શેર 5 દિવસમાં 21 ટકાથી વધુ ઉછળ્યા છે. કંપનીના શેર 4 નવેમ્બર 2024ના રોજ 2,73,488.85 રૂપિયા પર હતા. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સના શેર 8 નવેમ્બરના રોજ 3,32,399.95 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 5 દિવસમાં કંપનીના શેરમાં 58,900 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો છે. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સના શેરોમાં આવેલી આ તેજીથી તેની માર્કેટ કેપ પણ 6,600 કરોડ રૂપિયા પાર પહોંચી ગઈ છે. કંપનીના શેરોનું 52 અઠવાડિયાનું લો લેવલ 3.37 રૂપિયા છે.
આ કારણે એક દિવસમાં બદલાયું રોકાણકારોનું ભાગ્ય
એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ હવે દેશનો સૌથી મોંઘો સ્ટોક બની ગયો છે. 29 ઓક્ટોબર 2024ના રોજ એલ્સિડ એન્વેસ્ટમેન્ટ્સના શેરોમાં એક જ દિવસમાં 66,92,535%નો ઉછાળો આવ્યો અને કંપનીના શેર 3.53 રૂપિયાથી વધીને 2,36,250 રૂપિયા પર પહોંચી ગયા. કંપનીના શેરોમાં આ મોટો ઉછાળો સ્પેશિયલ કોલ ઓક્શન સેશન બાદ આવ્યો. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સ, એશિયન પેઈન્ટ્સના પ્રમોટર્સમાંથી એક છે. એશિયન પેઈન્ટ્સમાં કંપનીની ભાગીદારી 2.95 ટકા છે અને આ સ્ટેકની વેલ્યુ લગભગ 8,200 કરોડ રૂપિયા છે. સપ્ટેમ્બર 2024 સુધીના ડેટા મુજબ કંપનીના ટોટલ આઉટસ્ટેન્ડિંગ શેર લગભગ 2 લાખ છે જેમાંથી 75 ટકા પ્રમોટર્સ પાસે છે.
(Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે