પૈસાના રોકાણ વગર ઘરેબેઠા શરૂ કરો આ 5 કામ, કલાકમાં 1000 રૂ. સુધીની કમાણી

જો તમારી પાસે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ છે તો સમજી લો કે તમે પણ કમાણી કરી શકો છો.

પૈસાના રોકાણ વગર ઘરેબેઠા શરૂ કરો આ 5 કામ, કલાકમાં 1000 રૂ. સુધીની કમાણી

નવી દિલ્હી: જો તમારી પાસે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ છે તો સમજી લો કે તમે પણ કમાણી કરી શકો છો. આ માટે ક્યાંય જવાની જરૂર નથી. ઘરે બેસીને કમાણી કરવાના સાધન શોધી શકો છો. અહીં એવા 5 તરીકા બતાવવામાં આવ્યા છે કે જેના દ્વારા તમે દર કલાકે 1000 રૂપિયા સુધી કમાણી કરી શકો છો. જો કે આ ઉપરાંત તમને ઈન્ટરનેટની જાણકારી હોવી પણ જરૂરી છે. આવો તો તમને બતાવીએ કે કઈ રીતે તમે કરી શકો છો કમાણી.

1. વર્ચ્યુઅલ કોલ સેન્ટર એજન્ટ
તમે ઘરેબેઠા કોલ સેન્ટર એજન્ટ તરીકે કામ કરી શકો છો. LiveOps.com  તમને આ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. આ સાઈટ પર જઈને તમે કંપનીના એજન્ટ બની શકો છો. હોમ પેજ ખુલ્યા બાદ એજન્ટ બનવા માટે એપ્લાય કરો. 

શું કરવાનું રહેશે
આ માટે તમારે ઘર પર  એક ફોન, કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની જરૂર રહેશે. અંગ્રેજી સારું આવડવું જોઈએ. જેથી કરીને તમે ગ્રાહકોને સીધા ફોન કરીને પ્રોડક્ટ વેચી શકો. જો તમે સારી રીતે અંગ્રેજી ન જાણતા હોવ તો પણ તમે તેની સાથે જોડાઈ શકો છો. કારણ કે કોલ લાગતા જ કંપની તમને જણાવશે કે તમારે શું બોલવાનું છે. એટલે કે કોલ શરૂ થતા જ સ્ક્રીન પર લખાણ આવશે જે તમારે બોલવાનું છે. આ વેબસાઈટ દ્વારા તમે એક કલાકમાં 7થી 15 ડોલર સુધી કમાણી કરી શકો છો. 

2. સ્વાગબક્સ ડોટ કોમ (http://www.swagbucks.com)
સ્વાગબક્સ ડોટ કોમ એક પ્રસિદ્ધ વેબસાઈટ છે. જેના પર ફ્રીમાં રજિસ્ટ્રેશન કરીને તમે કમાણી શરૂ કરી શકો છો. ફેસબુક દ્વારા પણ તેની સાથે જોડાઈ શકાય છે. તેમાં તમને રૂપિયા ઓછા મળશે પરંતુ મને જીવનમાં ઉપયોગમાં લેનારી બીજી ચીજો જેમ કે મોબાઈલ, હાર્ડ ડિસ્ક, મગ, ટીશર્ટ વગેરે વધુ મળે છે. આ સાઈટ પર તમારે બસ થોડો સમય પસાર કરવાનો છે અને શોપિંગથી લઈને સર્ચિંગ, પ્લે, સવાલ-જવાબ અને પ્રોડક્ટ્સની જાણકારી મેળવવાની છે. તેના બદલામાં વેબસાઈટ તમને કેટલાક પોઈન્ટ્સ આપશે. આ પોઈન્ટ્સનો ઉપયોગ તમે શોપિંગમાં કરી શકો છો અથવા તો કેશમાં ફેરવી શકો છે. 

3. ઓનલાઈન વર્ક
ઓનલાઈન વર્કને લઈને પાખંડીઓની સંખ્યા વધી રહી છે. રૂપિયા આપવાનું વચન આપીને કામ તો કરાવી લે છે પરંતુ આપતા નથી. આવા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. જો કે અહીં તમને www.odesk.com અને www.elance.com જેવી વેબસાઈટ અંગે જાણકારી આપી રહ્યાં છીએ જે ઓનલાઈન કમાણીના મામલે દુનિયાભરની ફેમસ વેબસાઈટ્સમાં સામેલ છે. આ બંને વેબસાઈટ્સમાં સૌથી પહેલા તમારે ટેસ્ટ આપીને પોતાને સાઈટ માટે યુઝફૂલ સાબિત કરવાના રહે છે. એકવાર રજિસ્ટર થયા બાદ તમને સાઈટના અલગ અલગ કામ માટે મેમ્બર્સને કોન્ટ્રાક્ટ અને ફ્રીલાન્સર તરીકે હાયર કરે છે. કામ પૂરું થયા બાદ પ્રતિ કલાક કે અન્ય રીતે તમને પેમેન્ટ કરવામાં આવે છે. દુનિયાભરમાં અનેક વેબસાઈટ આમ કરે છે.

4. સેલ્ફ પબ્લિશ બુક
જો તમને લેખન પ્રત્યે પ્રેમ છે તો અનેક સાઈટ પૈસા આપીને ઓનલાઈન બુક લખવા માટે કે પછી રોયલ્ટીથી કમાણી કરવાની તક આપે છે. આ જ સાઈટોમાંથી એક છે એમેઝોન. એમેઝોન કિંડલ ડાઈરેક્ટર પબ્લિશિંગ નામના સેયહ  ફીચર ચલાવે છે. જેમાં કોઈ પણ ઓનલાઈન બુક લખીને તેના કિંડલ બુક સ્ટોર પર નાખી શકે છે. તેના વેચાણ પર લેખકને 70 ટકા સુધીની રોયલ્ટી મળે છે. સાઈટ અને સેલ્ફ પબ્લિશ બુકની વધુ જાણકારી માટે https://kdp.amazon.com/ પર ક્લિક કરો. આ ઉપરાંત તમે તમારું એકાઉન્ટ બનાવીને પણ રેગ્યુલર મેમ્બર બની શકો છો.

5. પેઈડ રિવ્યુ
સોફ્ટવેર કે અન્ય ઉત્પાદનો માટે રિવ્યુ લખવાનું પણ આજકાલ વધી ગયું છે. જો તમે લેખનમાં જબરદસ્ત ક્ષમતા હાંસલ કરી છે તો તમે તેના દ્વારા કમાણી કરી શકો છો. આ ઉપરાંત ઈન્ફોલિંક પણ એક માધ્યમ છે. આ ઉપરાંત અનેક વેબસાઈટ પેડ રિવ્યુ જેવા કામ આપે છે. જેમાં વિન્ડેલ રિસર્ચ (Vindale Research) અને એક્સપોટીવી ડોટ કોમ (ExpoTv.com) મુખ્ય વેબસાઈટ્સ છે. જે આ માટે સારુ વળતર આપે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news