કારગિલ વિજય દિવસ- એવા 'પરમવીર'ની કહાની, જેણે પાકિસ્તાને ધૂળ ચટાડી, મોતને પણ આપી માત
Trending Photos
નવી દિલ્હી: આ કહાની છે 19 વર્ષના એક એવા જાંબાજ સિપાહીની, જેના લગ્નને માંડ થાંડા જ મહિના થયા હતા, એક મુશ્કેલ લડાઇમાં તેમની સાથે ઘણા સાથીઓ મોતને ભેટ્યા હતા, દુશ્મ મશીનગન, ગ્રિનેડ અને રોકેટ વડે હુમલો કરી રહ્યા હતા અને તેમની પાસે હતી રાઇફલ અને દિલમાં અદમ્ય સાહસ. ફિલ્મી સ્ટાઇલમાં એક પછી એક 15 ગોળીઓ વાગી, એક હાથ તૂટી ગયો, પરંતુ તૂટેલા હાથને પોતાના જ બેલ્ટ વડે બાંધીને તેમણે ચાર પાકિસ્તાનીઓને ઠાર માર્યા. તેમના સ્વચાલિત હથિયારોને નષ્ટ કરી દીધા. એક બંકરને નષ્ટ કરી દીધું અને તે આ સ્થિતિમાં જ નિકળી પડ્યા બીજા બંકર નષ્ટ કરવા માટે. તેમણે જોઇને ભારતીય સૌનિકોનો આત્મવિશ્વાસ વધી ગયો અને આ સાથે જ કારગિલ વિજયની વિજયગાથા લખી દીધી.
કારગિલ વિજય દિવસ
26 જુલાઇને કારગિલ વિજય દિવસ છે. કારગિલ યુદ્ધમાં આ દિવસે આપણે પાકિસ્તાન પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. આ દિવસ છે કારગિલ યુદ્ધમાં પોતાની બહાદુરીથી દેશના સન્માનની રક્ષા કરનાર સૈનિકોને યાદ કરવાનો. પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ કરવા માટે ભારતે ઓપરેશન વિજયના નામે બે લાખ સૈનિકોને તૈનાત કર્યું અને તેમાં 527 ક્યારેય પરત ન ફર્યા.
પૂર્વ સેનાધ્યક્ષ વીપી મલિક કારગિલ યુદ્ધના સમયે સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમણે આ યુદ્ધના પોતાના અનુભવો પર એક પુસ્તક લખ્યું- 'કારગિલ એક અભૂતપૂર્વ વિજય.' તેમાં તેમણે 19 વર્ષના જાંબાજ સૈનિક યોગેંદ્વ સિંહ યાદવની બહાદુરીનો ખાસ ઉલ્લેખ કર્યો છે. ટાઇગર હિલ્સની એક એવી લડાઇ જેને ભારતીય સેના લગભગ હારી ચૂકી હતી, તેને યોગેંદ્વ યાદવે પોતાના સાહસથી જીતમાં બદલી દીધી. વીપી મલિકે પોતાની પુસ્તકમાં લખ્યું છે, '16,500 ફૂટની ઉંચાઇ પર ટાઇગર હિલ પર કબજો કરવા ગઇ ટુકડી પર દુશ્મનોએ સ્વચાલિત મશીનગન, ગ્રિનેડ અને રોકેટ વડે હુમલો કરી દીધો. ટુકડીના કમાંડર અને બે સૈનિક મૃત્યું પામ્યા.'
ટાઇગર હિલ્સ પર તિરંગો
ઉત્તર પ્રદેશમાં બુલંદશહેરના રહેવાસી યોગેંદ્વ સિંહ યાદવ સ્વચાલિત હથિયારોની સામે પોતાની રાઇફલ લઇને ઢસડાતા આગળ વધ્યા. તેમ છતાં તે દુશ્મનન બંકર સુધી પહોંચી ગયા, જનરલ વીપી મલિકે લખ્યું છે, 'નજીકી ભિડંતમાં તેમણે ચાર પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા અને ગોળીવારી કરનાર સ્વચાલિત ઉપકરણોને નષ્ટ કરી દીધા.' તેના લીધે ભારતીય સેનાએ ટાઇગર હિલ્સ પર ફરી એકવાર તિરંગો ફરકાવ્યો.
ગ્રેનેડિયર યોગેંદ્વ સિંહ યાદવ ભારતીય સેનાએ 18 ગ્રેનેડિયર્સનો ભાગ હતો. યાદવે દુશ્મનોની જેટલીઓ વાગી રહી હતી, તે દુશ્મનો માટે એટલી જ ઘાત બનતા જઇ રહ્યા હતા. તેમના ઘણા સાથી મૃત્યું પામ્યા હતા, પરંતુ તે એકલા જ દુશ્મનો માટે પુરતા હતા. તેમનો એક હાથ તૂટી ચૂક્યો હતો, પરંતુ તેમછતાં પણ લડતાં રહ્યા. તેમના દ્વારા પાકિસ્તાની સ્વચાલિત હથિયારોને બંધ કરી દેતાં ભારતીય સૈનિકોને આગળ વધવાની તક મળી અને જ્યાં થોડા સમય પહેલાં પાકિસ્તાની સૈનિક બંકર બનાવી બેઠ્યા હતા, ત્યાં ભારત માતાની જયના નારા ગૂંજવા લાગી. સૌથી ખુશીની વાત એ છે કે તેમણે આ ફક્ત પાકિસ્તાનને ધૂળ ચટાડી, પરંતુ મોતને પણ માત આપી. આ વીરતા માટે તેમને દેશના સર્વોચ્ચ શૌર્ય સન્માન પરમવીર ચક્ર આપવામાં આવ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે