ઘરમાંથી બહાર નિકળવાની જરૂર નથી, હવે ગલીનો કરિયાણા સ્ટોર બની જશે E-Lala

લોકડાઉન (Lockdown)ને આગળ વધારવું કે નહી, એક વાત તો સ્પષ્ટ છે કે હવે તમે આગામી લાંબા સમય સુધી લોકોથી અંતર બનાવી રાખશો. આ પડકારને જોતાં તમારા મહોલ્લાના કરિયાણા સ્ટોર પણ અપગ્રેડ થવા લાગ્યા છે.

ઘરમાંથી બહાર નિકળવાની જરૂર નથી, હવે ગલીનો કરિયાણા સ્ટોર બની જશે E-Lala

નવી દિલ્હી: લોકડાઉન (Lockdown)ને આગળ વધારવું કે નહી, એક વાત તો સ્પષ્ટ છે કે હવે તમે આગામી લાંબા સમય સુધી લોકોથી અંતર બનાવી રાખશો. આ પડકારને જોતાં તમારા મહોલ્લાના કરિયાણા સ્ટોર પણ અપગ્રેડ થવા લાગ્યા છે. હવે આ કરિયાણા સ્ટોર પણ ડિજિટલ થઇ રહ્યા છે. જલદી જ તમે એક એપ દ્વારા તેમની પાસેથી પણ સામાન ખરીદી શકશો. 

જલદી જ લોન્ચ થશે ઇ-લાલા
કન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડીયા ટ્રેડર્સ (CAIT)ના એક પદાધિકારીએ દાવો કર્યો છે કે ઇ લાલા (E-Lala) જલદી જ લોન્ચ કરવામાં આવશે. CAIT સાથે લગભગ 7 કરોડ દુકાનદાર અને 40,000 ટ્રેડ એસોશિએશન જોડાયેલા છે. કેટના અનુસાર આ પોર્ટલને શરૂ કરવાનો હેતુ લોકડાઉન દરમિયાન ગ્રાહકોને તેમની નજીકની દુકાનેથી ઘર સુધી સામાન પહોંચાડવાનો છે. 

ઇ-કોમર્સ કંપનીઓને મળશે ટક્કર
જાણકારોનું કહેવું છે કે ઇ-લાલા એપ લોન્ચ થયા બાદ દેશના મોટા ઇ-કોમર્સ કંપનીઓને ટક્કર મળી શકે છે. આ પોર્ટલ આવ્યા પછી અન્ય ઇ-કોમર્સ કંપની જેમ કે ફ્લિપકાર્ટ, અમેઝોન જે ગ્રોસરી બીજા અન્ય સામાન્યની ડિલીવરી કરે છે તેમને પડકાર મળશે. 

કેટના અધિકારીનું કહેવું છે કે ઇ-લાલા પોર્ટલ નવું નથી. તેને 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ આ વધુ પોપુલર ન થયું. હવે લોકડાઉનના લીધે કેટે તેને રી-લોન્ચ કરવાનો નિર્ણય કર્યો છે. તેમાં આવનાર ટેક્નિકલ સમસ્યાઓ દૂર કરી લીધી છે. આશા છે કે લોકડાઉન ખતમ થયા બાદ ઇ-લાલા પ્રભાવી રીતે લોકોને કામ લાગશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news