18 ઓક્ટોબરથી ઘરેલૂ ફ્લાઇટ 100% કેપિસિટી સાથે ઉડાન ભરી શકશે, સરકારે આપી છૂટ

Air Travel News: નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે ઘરેલૂ ઉડાનોને 100 ટકા યાત્રી ક્ષમતાની સાથે હવાઈ સંચાલનની મંજૂરી આપી દીધી છે. 

18 ઓક્ટોબરથી ઘરેલૂ ફ્લાઇટ 100% કેપિસિટી સાથે ઉડાન ભરી શકશે, સરકારે આપી છૂટ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે ઘરેલૂ ઉડાનોને લઈને મોટો નિર્ણય કર્યો છે. કોરોનાના કહેર બાદ લાંબા સમયથી 85 ટકાની ક્ષમતાથી ઉડાન ભરનારી ઘરેલૂ ફ્લાઇટ આગામી 18 ઓક્ટોબરથી 100% ક્ષમતાથી ઉડાન ભરી શકશે. મંત્રાલય તરફથી આ સંબંધમાં એક સર્કુલર જાહેર કરી ઉડાનોમાં ઘરેલૂ પરિચાલનની ક્ષમતાના પ્રતિબંધોને હટાવવાની જાહેરાત કરવામાં આવી છે. 

લૉકડાઉન બાદ શરૂ થઈ હતી ઘરેલૂ ઉડાન
ઉલ્લેખનીય છે કે કોવિડ-19 લૉકડાઉનને કારણે બે મબિના સુધી બંધ રહ્યાં બાદ ઘરેલૂ યાત્રી ઉડાનોને 25 મે 2020થી શરૂ કરવામાં આવી હતી. પરંતુ એરલાયન્સને પહેલા બસ 85 ટકા ક્ષમતાની સાથે ઉડાન ભરવાની મંજૂરી હતી. સરકારે પહેલા તેને 33 ટકા વધારી 26 જૂને 45 ટકા અને પછી બે ડિસેમ્બરે તેને વધારીને 60 ટકા કરી દીધી હતી. 

— ANI (@ANI) October 12, 2021

સંક્રમણ ઘટતા વધી યાત્રીકોની સંખ્યા
સપ્ટેમ્બર મહિનાના શરૂઆતી છ દિવસમાં દરરોજ 2 લાખ લોકોએ હવાઈ યાત્રા કરી છે. ઓગસ્ટ મહિનામાં આ પ્રકારના આંકડા જોવા મળ્યા હતા. ઓગસ્ટમાં દેશમાં 57,498 ફ્લાઇટમાં 65,26,753 લોકોએ હવાઈ યાત્રા કરી હતી, જે જુલાઈ મહિનાના યાત્રીકોની સંખ્યાથી 33 ટકા વધુ હતી. 

કોવિડના મામલામાં ઘટાડા બાદ કેન્દ્ર સરકારે ઓગસ્ટથી હવાઈ યાત્રાના નિયમોમાં છૂટની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે સરકારે 21 જૂન અને 13 ઓગસ્ટે બે વખત ઘરેલૂ ઉડાનો માટે ભાડામાં વધારાની જાહેરાત પણ કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news