દિલ્હીમાં શરૂ થયું પહેલું ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન, સરળતાથી ચાર્જ થશે ઇ-કાર
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાને ધ્યાનમાં રાખતાં દિલ્હી સરકાર ઇ વાહનોને પ્રોત્સાહિત કરવા માટે ઘણા પ્રકારના કામ કરી રહી છે. આ કડીમાં દિલ્હીના ઉર્જા મંત્રી શ્રી સત્યેન્દ્ર જૈને મંગળવારે સાઉથ એક્સ પાર્ટ-2 સ્થિત બીએસઇએસ ગ્રિડમાં પહેલાં સ્માર્ટ પબ્લિક ઇલેક્ટ્રોક વાહન ચાર્જિંગ સ્ટેશનનું ઉદઘાટન કર્યું.
દિલ્હીમાં સરળતાથી ચાર્જ થઇ શકશે ઇ વાહન
આ પોતાના પ્રકારનો અનોખો કોન્સેપ્ટ છે, જે એક મોબાઇલ એપના માધ્યમથી કામ કરશે. ઇલેક્ટ્રિફાઇ નામની મોબાઇલ એપ વાહન માલિક ઓનલાઇન જોઇ શકે છે કે તેના નજીક ચાર્જીંગ સ્ટેશન કયું છે અને કયા પ્રકારનું ચાર્જિંગ સ્ટેશન પર અત્યારે ચાર્જિંગ પોર્ટ ખાલી છે અથવા ચાર્જિંગ માટે કેટલી વેટિંગ છે. એટલું જ વેટિંગથી બચવા માટે ત્યાં જતાં પહેલાં પોતાના માટે એક ચાર્જિંગ સ્લોટ પણ બુક કરાવી શકો છો અને તેમના માટે ઓનલાઇન ચૂકવણી કરી શકો છો. આ વ્યવસ્થા એટલા માટે લેવામાં આવી છે જેથી ઇલેક્ટ્રિક વાહનોના માલિકોનો સમય બચશે અને ચાર્જિંગ સ્ટેશન પર ગયા બાદ તેમને કોઇ સમસ્યા ન થાય. ઓનલાઇન એડવાન્સ પેમેન્ટ ક્રેડિટ/ડેબિટ કાર્ડ, ઇ વોલેટ, યૂપીઆઇ અને ભીમ એપ દ્વારા કરવામાં આવી શકે છે.
આ નાણાકીય વર્ષમાં લાગશે 50 ચાર્જિંગ સ્ટેશન
બીઆરપીએલ, જેનસોલ ચાર્જ પ્રાઇવેટ લિમિટેડ અને ટેકપર્સપેક્ટ વચ્ચે ભાગીદારી માટે આ સ્માર્ટ ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. સાઉથ એક્સ પાર્ટ-2ના વ્યસ્ત માર્કેટમાં સ્થિત બીએસઇએસના આ ગ્રિડમાં હાલ, એકસાથે બે ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરવામાં આવી શકે છે. પરંતુ ટૂંક સમયમાં ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા વધારવામાં આવશે. આ નાણાકીય વર્ષમાં લગભગ 50 ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે.
પ્રતિ કિલોમીટર 1.80 રૂપિયાનો ખર્ચ આવશે
એક ઇલેક્ટ્રિક વાહનને ચાર્જ કરવામાં બધા ચાર્જને ઉમેરીને વાહન માલિકને પરવાનગી તરીકે 160 રૂપિયાથી માંડીને 200 રૂપિયા ખર્ચ આવશે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનને ચલાવવામાં પ્રતિ કિલોમીટર 1.60 રૂપિયાથી 1.80 રૂપિયા ખર્ચ આવશે, જોકે પેટ્રોલ અને ડીઝલ અને સીએનજી વાહનોના મુકાબલે ખૂબ સસ્તુ છે. આ પ્રકારે ઇલેક્ટ્રોનિક વાહનો ચલાવનાર લોકો દર કિલોમીટર સારી માત્રામાં પૈસાની બચત કરી શકે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો આવશે અને પર્યાવરણ સારું રહેશે.
ઇ ચાર્જિંગને આપવામાં આવશે પ્રોત્સાહન
બીઆરપીએલના સીઇઓ અમલ સિંહાએ આ અવસર પર કહ્યું કે અક્ષય ઉર્જાને મોટી માત્રામાં પ્રમોટ કર્યા બાદ હવે અમે ઇલેક્ટ્રિક વાહનો અને તેમની ચાર્જિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. તેના સંબંધિત સ્ટ્રેટજી અને ફ્રેમવર્ક વિકસિત કરવા માટે અમે કેટલાક મહત્વપૂર્ણ સ્ટેકહોલ્ડરોની સાથે સંપર્કમાં છીએ, જેથી ઇ-મોબિલીટીને પ્રોત્સાહન આપવા માટે એક ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આવશે. પોતાની આ પ્રતિબદ્ધતા હેઠળ અમે અમારા બેડામાં ઇલેક્ટ્રિક વાહનોને સામેલ કરી રહ્યા છીએ, સાથે જ ચાર્જિંગ સ્ટેશન વિકસિત કરવા માટે વિભિન્ન સંસ્થાઓ સાથે ભાગીદારી કરી રહ્યા છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે