4 ઓગસ્ટે આ કંપનીનો લોન્ચ થશે આઈપીઓ, રાકેશ ઝુનઝુનવાલાની ફર્મનું પણ તેમાં છે ઈન્વેસ્ટમેન્ટ

Concord Biotech IPO: બાયોટેક્નોલોજી ફર્મ કોનકોર્ડ બાયોટેકનો આઈપીઓ આગામી સપ્તાહે 4 ઓગસ્ટે ખુલશે. તે SBFC ફાઇનાન્સ બાદ આગામી સપ્તાહે ખુલનારો બીજો આઈપીઓ હશે. ઈન્વેસ્ટરો પાસે કમાણીની સારી તક છે. 
 

4 ઓગસ્ટે આ કંપનીનો લોન્ચ થશે આઈપીઓ, રાકેશ ઝુનઝુનવાલાની ફર્મનું પણ તેમાં છે ઈન્વેસ્ટમેન્ટ

નવી દિલ્હીઃ Concord Biotech IPO: ભારતીય શેર બજારના બિગ બુલ મનાતા દિવંગત ઈન્વેસ્ટર રાકેશ ઝુનઝુનવાલા (Rakesh Jhunjhunwala)ની કંપની રેયર એન્ટરપ્રાઇઝ સમર્થિત બાયોટેક્નોલોજી ફર્મ કોનકોર્ડ બાયોટેક પોતાનો આઈપીઓ લાવી રહી છે. કોનકોર્ડ બાયોટેક 4 ઓગસ્ટે પોતાનો આઈપીઓ લોન્ચ કરવા માટે તૈયાર છે. તે SBFC Finance બાદ આગામી સપ્તાહે ખુલનારો બીજો આઈપીઓ હશે. કંપનીનો આઈપીઓ 8 ઓગસ્ટે બંધ થશે. 

ઇશ્યુ બંધ કર્યા પછી, કંપની 11 ઓગસ્ટ સુધીમાં IPO શેરની ફાળવણીના આધારને અંતિમ સ્વરૂપ આપશે. 17 ઓગસ્ટ સુધીમાં રોકાણકારોના ડીમેટ ખાતામાં ઈક્વિટી શેર જમા થઈ જશે. અસફળ રોકાણકારોને તેમના બેંક ખાતામાં 14મી ઓગસ્ટ સુધીમાં રિફંડ મળી જશે. કંપનીના શેર 18 ઓગસ્ટે BSE અને NSE પર લિસ્ટ થશે.

કંપની 1600 કરોડ રૂપિયા સુધી એકત્ર કરી શકે છે
કંપનીના કર્મચારીઓ માટે 10,000 ઇક્વિટી શેર રિઝર્વ છે. ઇશ્યુનો અડધો ભાગ એન્કર બુક સહિત લાયક સંસ્થાકીય ખરીદદારો માટે રિઝર્વ છે. 15 ટકા ઊંચી નેટવર્થ વ્યક્તિઓ (બિન-સંસ્થાકીય રોકાણકારો) માટે અને બાકીના 35 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત છે. કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા અને જેફરીઝ ઈન્ડિયા આઈપીઓના મર્ચન્ટ બેન્કર્સ છે, જ્યારે લિંક ઈન્ટાઇમ ઈન્ડિયા ઓફરના રજિસ્ટ્રાર છે. કોન્કોર્ડ બાયોટેક IPO દ્વારા માર્કેટમાંથી 1500 થી 1600 કરોડ એકત્ર કરી શકે છે.

ઓફર ફોર સેલ
બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાનું ગયા વર્ષે નિધન થયું હતું. તેમની પાસે એસેટ મેનેજમેન્ટ ફર્મ રેર એન્ટરપ્રાઇઝ દ્વારા 24.09 ટકા શેરહોલ્ડિંગ છે. રાકેશ ઝુનઝુનવાલા અને રેખા ઝુનઝુનવાલાએ 2004માં કોનકોર્ડ બાયોટેકમાં રોકાણ કર્યું હતું. પબ્લિક ઈસ્યુમાં ક્વાડ્રીયા કેપિટલ દ્વારા સંચાલિત ખાનગી ફંડ હેલિક્સ ઈન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ Pte લિમિટેડ દ્વારા 2.09 કરોડ ઈક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. આ સાથે, હેલિક્સ કંપનીમાંથી બહાર થઈ જશે. એન્કર બુક એક દિવસ પહેલા એટલે કે 3જી ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે.

FY2023 માં સારી કમાણી
કોનકોર્ડે કારોબારી વર્ષ 2023ના અંતમાં સારી કમાણી કરી હતી. કંપનીનો પ્રોફિટ 37.2 ટકા વધી 240 કરોડ રૂપિયા થઈ ગયો અને રેવેન્યૂ પાછલા વર્ષની તુલનામાં 20 ટકા વધી 835.2 કરોડ રૂપિયા થઈ ગયું. આ સમયગાળા દરમિયાન  EBITDA 27.3 ટકા વધી 343.3 કરોડ રૂપિયા થઈ ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news